


રિપોર્ટ: બીના પટેલ
આણંદ જિલ્લા ના ઉમરેઠના નાસિકવાડા હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રભારી શ્રી અમિતભાઇ ઠાકરની અધ્યક્ષતામાં આયોજીત ભાજપ સદસ્યતા અભિયાન-2022 અંતર્ગત 7878182182 મિસકોલ કરાવી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યૉ હતો. આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ,ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, મહામંત્રી શ્રી નિરવભાઇ અમીન, મયુરભાઇ સુથાર, રમણભાઈ સોલંકી તથા ઉમરેઠ નગરપાલિકા વિસ્તારના કાઉન્સિલર શ્રીઓ, ઉમરેઠ તાલુકા/શહેર સંગઠન પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 300 વધુ કોંગ્રેસી અને NCP કાર્યકરો ભાજપમાં જોડાયા જેમાં 5 કોગ્રેસના કાઉન્સિલરશ્રીઓ અને 2- NCP તેમજ 1 અપક્ષ કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાયા હતા.
