


રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે રાજ્ય સરકાર આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ના અધ્યક્ષતા માં યોજાયો. આ કાર્યક્રમમાં ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિન્કીબેન ઠાકોર,આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નિરવભાઈ અમીન, ચિખોદરા ના સરપંચ હર્ષદભાઈ પરમાર,કલેકટરશ્રી , ડી ડી ઓશ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન પટેલ, સરપંચ શ્રી લીંગડા, તાલુકા મહામંત્રી સુભાષભાઈ પરમાર, ન્યાય સમિતિના ચેરમેન વિષ્ણુભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય કિરણ બેન વસાવા,લાલાભાઇ પટેલ, અશોકભાઈ સોલંકી, લીંગડા ગામના વરિષ્ઠ આગેવાનો, દાતાશ્રીઓ,શિક્ષક ગણ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
