
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જાલોર ખાતે માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પરિવારોને આ દુઃખદ નુકસાન સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરી. પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું: રાજસ્થાનના જાલોરમાં થયેલો માર્ગ અકસ્માત અત્યંત દુઃખદ છે. આમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુઃખની આ ઘડીમાં શક્તિ આપે:
