
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા ઉદ્યોગપતિ શ્રી પલોનજી મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું: “શ્રી પલોનજી મિસ્ત્રીના નિધનથી દુઃખી થયો છું. તેમણે વાણિજ્ય અને ઉદ્યોગની દુનિયામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય શુભચિંતકો પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”
