ભારત વિકાસ પરિષદ મહા વિજય શાખા દ્વારા રાહત દરે ચોપડા નું વિતરણ

શિક્ષણ ક્ષેત્રે સેવા ના હેતુ થી છાત્રો ની મદદ માટે રાહત દરે ચોપડા નું વિતરણ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા કરવા માં આવેલ છે. પ્રમુખ ભરત ભાઈ માલી તથા મંત્રી ડા પ્રદ્યુમ્ન બી અગ્રવાલે જણાવ્યું કે દાતાઓ દ્વારા જાહેરાત ની મદદ થી પડતર કિંમત થી પણ ઓછા ભાવે ચોપડા છાત્રો ને આપવા નો પ્રયત્ન કરવા માં આવ્યો છે. ચોપડા શિવશકિત ઇલેક્ટ્રીક,અગ્રવાલ ચિલ્ડ્રન હોસ્પિટલ, આશાપુરા મોબાઈલ, રામસા મોટર્સ, અમલા જ્વેલર્સ સ્થળ પર ઉપલબ્ધ છે. ચોપડા વિતરણ નું સોમવારે સવારે કોર્ડીનેટર રાજેશભાઈ ઠક્કર અને વૈકુંઠ ભાઈ ઠક્કર તથા અમરત ભાઇ પઢીયાર,ડા જગદીશભાઈ, કમલેશભાઈ, નિલેશ સોની, આનંદ ભાઈ, નિલેશ દવે,દિનશા,મહેશભાઇ ઉદેચા,આશાબેન, અનિતા બેન,પ્રિયંકાબેન, હિતેશભાઈ, રામસા, કરસન ભાઈ,અતુલભાઈ,વિક્રમભાઈ, અને અન્ય સભ્યો ની ઉપસ્થિતિ માં શુભારંભ કરવા માં આવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *