


રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૩૦: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કાર્યરત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના એકમેવ ગ્રંથપાલ શ્રી ડી.બી.મોરેનો વિદાય સમારંભ યોજાઈ ગયો.
જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ વિદાય સમારંભમા ડાંગના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ. સી. ભૂસારા
સહિત, ગુજરાતના સમન્વય ગ્રુપના મુખ્ય સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી, દક્ષિણ ગુજરાતના સહ સંયોજક ડો. સુરેશભાઈ અવૈયા, સુરતના શ્રી અલ્પેશભાઈ પટેલ, વિદાય લઇ રહેલા ગ્રંથપાલશ્રીના વર્ગ શિક્ષિક શ્રી મગનભાઈ પટેલ, તેમજ સુરતના સ્વતંત્ર સેનાનીના સુપુત્ર અને ગાંધી વિચાર અને પ્રવૃત્તિના પ્રચારક શ્રી પરિમલભાઈ દેસાઈ, વાંસદાના શ્રીજી નર્સિંગ કોલેજના સંચાલક શ્રી અતુલભાઇ બ્રહ્મભટ્ટ, તથા ઈ.આઈ શ્રી વિજય દેશમુખ, આચાર્ય શ્રી સુનિલભાઈ બાગુલ, જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદભાઈ ભોયે, આ શાળાના માજી આચાર્યા કાંતાબેન અને ડી.ઇ.ઓ કચેરીના તમામ સ્ટાફ, ડાંગ જિલ્લાની તમામ સરકારી હાઇસ્કૂલના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને ડાંગ જિલ્લાની 100% એસએસસીનુ પરિણામ લાવનાર 33 શાળાના આચાર્યશ્રીઓ ઉપરાંત, આ શાળાના નિવૃત્ત ને બદલીને ગયેલ આચાર્ય, શિક્ષક મિત્રો તથા સરકારી માધ્યમિક શાળા, આહવાનો શાળા પરિવારે, સરકારી માધ્યમિક શાળામા ૩૧ વર્ષ સેવા આપી, વય નિવૃત થનાર ગ્રંથપાલ શ્રી દત્તાત્રેય મોરેને ભાવભરી વિદાય આપી હતી.
વિદાય લેતા શ્રી મોરે દ્વારા પ્રથમ સંસારમાંથી વિદાય લીઘેલ સાથી મિત્રોને મૌન શ્રદ્ધાંજલિ અર્પી,
(૨) તેમના સમારંભમાં તેમની શાળાના વર્ગ-૩ તેમજ વર્ગ-૪ના 10 કર્મચારીઓનું સાલ, શ્રીફળ, ફોટો ફ્રેમ અને સ્મૃતિભેટ આપી સન્માન કરાયુ. (૩) જ્યારે શાળાના ટોપર એવા ત્રણ વિદ્યાર્થીઓનુ વિદાય લેતા ગ્રંથપાલ દ્વારા શૈક્ષણિક સાધન સ્મૃતિભેટ રૂપે બહુમાન કરાયુ.
ઉપરાંત શાળા પરિવાર સહિત (૪) ઉપસ્થિત ત્રણસો જેટલા મહાનુભાવો, તથા છાત્રાલયના બાળકો માટે વિદાય લેતા કર્મચારી તરફથી ભોજન સમારંભ આયોજિત કરાયો હતો.
(૫)કાર્યક્રમમા ઉપસ્થિત તમામ 300 મહાનુભાવોને સ્મૃતિચિન્હ તરીકે સ્વામી વિવેકાનંદજીનો ફોટો, સાથે પૂજ્ય મોટા, સ્વામી વિવેકાનંદ, ગાંઘીજી, અને વિનોબા ભાવેના એમ ચાર પુસ્તકો પણ સ્મૃતિ ભેટ તરીકે આપવામા આવ્યા હતા.
(૬) ઉપરોક્ત કર્મચારીના સન્માનમાં પોતાનું સન્માન થઈ ગયું છે બીજી કોઈ વિધિ ન કરવાની હોય એમના છતાં કેટલાક મિત્રો સાલ, શ્રીફળ ને મોમેન્ટો લઈને આવેલા તે પ્રસંગોપાત સ્વીકારી અને તમામ વસ્તુઓ શાળા ને ભેટ આપી દીધી.
શાળાની શિક્ષિકા શ્રીમતી અસ્મિતા બારોટ દ્વારા ગ્રંથપાલ વિશે સ્વરચીત કાવ્ય આ પ્રસંગે રજૂ કરવામાં આવ્યું.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ વેળા જણાવાયુ કે, શ્રી મોરે માત્ર “એક શાળાના જ નહીં, પણ ડાંગ જિલ્લાની તમામ શાળાના જાણે કે ગ્રંથપાલ હતા. તેમના કાર્યકાળ દરમિયાન ડાંગ જિલ્લાની તમામ શાળાઓને ક્યારેય પાઠ્ય પુસ્તકોની ઘટ પડવા દીધી નથી. જ્યારે પણ જેને જોઈએ તેને, તમામ પ્રકારના પુસ્તકો તેમના દ્વારા પૂરા પડાયા છે. આ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમા પણ તેઓ હંમેશા અગ્રેસર અને પ્રવૃત્તિસર રહ્યા છે.”
શ્રી મોરેએ તેમના પ્રત્યુત્તરમા બોલતા જણાવ્યુ કે, ડાંગની આ ભૂમિ સાથે મારો નાતો શિક્ષણ સાથે જોડાયા પહેલા, મારા જન્મ પહેલા થી છે. કેમ કે મારા માતા-પિતાને લગ્નને ૧૨ વર્ષ સુધી એક પણ સંતાન ન હતુ. ત્યારે ડાંગના બદીયા વાઘ નામના વૈદરાજની દવા અને દુવાથી આ કુટુંબમા મારો જન્મ થયો. આ રીતે હું ડાંગ સાથે જન્મ પહેલાથી આજ દિન સુધી સંકળાયેલો રહયો છું. શ્રી મોરેએ પોતાના કાર્યકાળ દરમિયાના સ્વઅનુભવો પણ વર્ણવ્યા હતા. તેમણે તેમના પછી પણ પ્રતિભા શાળી, યોગ્ય કર્મચારી આ શાળાને અને જિલ્લાને મળે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી.”
કાર્યક્રમનુ સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી બીજુબાલા પટેલ, અને શ્રીમતી અસ્મિતાબેન બારોટે કર્યું હતુ. કાર્યક્રમની શરૂઆત ગૌરવ કટારે અને કલ્યાણબેન પારેખ પ્રોફેશનલ સિંગર દ્વારા સંગીતમય પ્રાર્થનાથી થઈ હતી. અંતે આભારી વિધિ શાળાના સુપરવાઇઝર શ્રી પ્રજેશ ટંડેલે કરી હતી.
