ઉના શહેરમાંથી 100 વધુ શિવ ભક્તો અમરનાથ, ચારધામ જવા રવાના

ક્રિષ્ના ટુર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા 2 સ્લીપર કોચ બસ દ્વારા યાત્રાનો જય ભોલેનાથના જય ઘોષ સાથે યાત્રા શુભારંભ

અમરનાથ યાત્રા 30 જૂનના રોજ શુભારંભ થવા જય રહ્યો છે ત્યારે ઉના શહેર,તાલુકાના ભક્તોનો સંઘ અમરનાથ,ચારધામ યાત્રા માટે આજે ઉનાના આનંદવાટિકા ચોક ખાતેથી શ્રી ક્રિષ્ના ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક હરેશભાઈ ગોસ્વામી દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જે યાત્રા ઉનાથી ઉતરાખંડ સાથે હરિદ્વાર,ગંગોત્રી, યમુનોત્રી,બદ્રીનાથ,કેદારનાથ,હેમકુંડ, વૈષ્ણો દેવી અને અમરનાથ ચારધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100થી વધુ શિવ ભક્તોનો સંઘ પ્રવાહ સામાજિક,રાજકીય લોકો દ્વારા જય ભોલનાથના જયઘોષ સાથે હારતોરા કરી યાત્રાની શુભકામના સાથે યાત્રિકોની યાત્રાની શુભેચ્છા પાઠવી હતી જેમાં ઉના નગરપાલિકા ઉપપ્રમુખ ચન્દ્રેશભાઈ જોશી,નગરસેવક અલ્પેશભાઈ બાંભણિયા,તાલુકા પંચાતના પ્રમુખ પ્રતિનિધિ સામતભાઈ ચારણિયા,યુવા ભાજપ મહામંત્રી કિરીટ વાજા સહિત શહેરના આગેવાનો દ્વારા યાત્રિકોને ફૂલહાર,મીઠા મોઢા કરાવી ચારધામ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *