રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય ખુંટ તથા લોધિકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુરસિંહ જાડેજા તેમજ આમ આદમી પાર્ટી સહિતના ૨૫૦ કાર્યકર્તાઓને સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા તથા રાજકોટ જિલ્લાના ભાજપ અધ્યક્ષશ્રી મનસુખભાઈ ખાચરીયાએ કેસરીયો ખેસ અને કેસરી ટોપી પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો
કોંગ્રેસના શાસનમાં નેહરુ પરિવારવાદ ચલાવીને કૌભાંડો આચરીને દેશને અંધકારભર્યા યુગમાં ધકેલીયો છે : વિનોદભાઈ ચાવડા

ભાજપાના શાસનમાં ગરીબોના હક અને હિસ્સાઓ અને સહાયો સીધા તેમના બેન્ક ખાતામાં મળતા થયા છે : મનસુખભાઈ ખાચરીયા
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં ચોતરફ વિકાસ હરણફાળ ભરી રહ્યો છે . દેશના વિકાસમાં સહભાગી બનવા અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા રાજકોટ તાલુકાના કોંગ્રેસના પ્રમુખશ્રી સંજયભાઈ ખૂંટ અને લોધિકા તાલુકાના કોંગ્રેસના પ્રમુખશ્રી મયુરસિંહ જાડેજાની આગેવાનીમાં તેમજ જસદણ તાલુકાના આમ આદમી પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષશ્રી મનસુખભાઈ ખાચરિયાના અધ્યક્ષ સ્થાને તથા સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા , પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ડો.ભરતભાઈ બોઘરા , જિલ્લા પ્રભારીશ્રી રક્ષાબેન બોળીયાની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારો તથા આમ આદમી પાર્ટીના મુખ્ય હોદ્દેદારો સહિત ૨૫૦ કાર્યકર્તાઓને ભાજપનો કેસરિયો ખેસ અને કેશરી ટોપી પહેરાવીને ભાજપ પરિવારમા પ્રવેશ કરાવ્યો હતો . આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી , જીલ્લા સંગઠન પ્રભારીશ્રી રક્ષાબેન બોળીયા , રાજકોટ ગ્રામ્ય ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા , રાજકોટ જિલ્લાના મહામંત્રીશ્રી નાગદાનભાઈ ચાવડા , શ્રી મનસુખભાઈ રામાણી , શ્રી મનીષભાઈ ચાંગેલા , જીલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર , રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખશ્રી બાબુભાઈ નસીત , લોધિકા સહકારી સંઘના ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ જાડેજા , રાજકોટ મા.યાર્ડ ચેરમેનશ્રી જયેશભાઈ બોઘરા , પ્રદેશ કારોબારી સભ્યશ્રી દિનેશભાઈ અમૃતિયા , પૂર્વ ધારાસભ્યશ્રી બાવનજીભાઈ મેતલિયા , જીલ્લા ઉપપ્રમુખશ્રી નીતિનભાઇ ઢાંકેચા , જીલ્લા પંચાયત સભ્યશ્રી મોહનભાઈ દાફડા , લોધિકા તાલુકા પ્રમુખશ્રી મુકેશભાઈ કમાણી , કોટડાસાંગાણી તાલુકા પ્રમુખશ્રી જસમતભાઈ સાંગાણી , શ્રી મુકેશભાઇ તોગડિયા , શ્રી ચેતનભાઇ પાણ , શ્રી પ્રકારાભાઈ કાકડિયા , શ્રી વીનુભાઈ ઠુમ્મર , શ્રી મનોજભાઈ રાઠોડ તેમજ રાજકોટ , લોધિકા અને કોટડાસાંગાણી તાલુકા ભાજપના મહામંત્રીશ્રીઓ , જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ચુટાયેલા સભ્યશ્રીઓ , કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા . ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પેઈજ સમિતિના પ્રણેતા તેમજ સંગઠનના મહારથી શ્રી સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડાએ તમામ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને કેસરિયો ખેસ અને કેશરી ટોપી પહેરાવી સહુને આવકારીને અભિનંદન આપતા કહ્યું હતું કે , કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસની નકારાત્મક ભૂમિકાને તેમજ પરિવારવાદની રાજનીતિને ઓળખી ચૂકી છે . નહેરુવાદ કોંગ્રેસ ક્યારેય દેશનું ભલું કરી શકે તેમ નથી . કોંગ્રેસના શાસનમાં કૌભાંડોની હારમાળાઓ સર્જીને દેશને આર્થિક નુકશાની આપીને દેશને અંધકાર ભર્યા યુગમાં ધકેલી નાખ્યો હતો . કોંગ્રેસની ચંડાલ ચોકડીએ દેશને લૂંટવાનું જ કામ કર્યું છે . જ્ઞાતિવાદ અને જાતિવાદની રાજનીતિ કરીને દેશમાં ભાગલાની રાજનીતિ કરીને દેશને ખોખલો કરી નાખ્યો છે . ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિવાદ કે જાતિવાદ નહીં રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવે છે . જેને કારણે દેશમાં તમામ ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. ભાજપના શાસનમાં તમામ જરૂરિયાતમંદ તેમજ ગરીબોને સરકારશ્રીની સહાયો , યુવાનોને રોજગારી , ખેડૂતોને નિયમિત સમયે વીજળી પાણી , ગ્રામ્ય સ્તરે રોડ રસ્તા , બહેનોને આર્થિક રીતે પગભર કરવા આર્થિક સહાયો પૂરી પાડી સમાજના તમામ વર્ગોને આત્મનિર્ભર બનાવવામાં સરકારે સહાયો પૂરી પાડી છે . દેશના વિકાસને જોઇને કોંગ્રેસના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે બદલ તે સર્વેને આવકારીને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે , ગુજરાતમાં ૧૮૨ કમળ ખીલવવા આજથી જ કામે લાગી જવા હાકલ કરી હતી . મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કેસરી ખેસ પહેરાવીને આવકારતા જણાવ્યું હતું કે , ભાજપની વિચારધારા એ રાષ્ટ્રીય વિચારધારા છે . ગુજરાતની જનતાએ છેલ્લા ૨૫ વર્ષથી ભાજપને સત્તા સોંપી છે . ભાજપા એ સમગ્ર દેશને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે . સરકારની દરેક યોજના મૂળ લાભાર્થી સુધી પહોચાડી રહી છે . ભાજપ પરિવારમાં પ્રવેશ મેળવતા કાર્યકર્તાઓને શ્રી અરવિંદભાઈ રૈયાણીએ આવકારતા જણાવ્યું હતું કે આવો આપણે દેશ માટે નવી ઉર્જા લાવીએ . આ તકે રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી મનસુખભાઈ ખાચરીયાએ કોંગ્રેસના કાર્યકર્તાઓને કેસરીયો ખેસ અને કેસરી ટોપી પહેરાવી આવકારી અભિનંદન આપતા કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગરીબોના હક અને હિસ્સાઓ અને સહાયો સીધા તેમના બેન્ક ખાતામાં મળતા થયા છે . લોકોને સહાય સીધી મળતા ભ્રષ્ટાચાર ઉપર કાબુ આવતા દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે . દેશની પ્રગતિનો હિસ્સો બનવા અને માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થતા દેશના વિકાસને ટેકો આપવા આજે રાજકોટ અને લોધિકા તાલુકાના કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ તેમજ જસદણના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને અને કોંગ્રેસને અને આપ પાર્ટીને રામ રામ કરીને ભાજપમાં જોડાયા તે બદલ સર્વેને આવકારતા અને હર્ષની લાગણી અનુભવતા હાકલ કરી હતી કે , ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસકાર્યોને જન જન સુધી લઇ જઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબનું ૧૮૨ વિધાનસભા જીતના સ્વપ્નને પૂર્ણ કરવા પુર જોશથી કામે લાગી જવા અનુરોધ કર્યો હતો . ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાએ કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ ભાજપમાં પ્રવેશ મેળવતા રાજકોટ તાલુકા , લોધિકા તાલુકા અને કોટડાસાંગાણી તાલુકાનું સંગઠન વધુ મજબુત બનશે અને આવનારી ચૂંટણીમાં ભાજપ જ્વલંત વિજય પ્રાપ્ત કરશે . આ તકે રાજકોટ લોધિકા સહકારી સંઘના ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ ભાજપમાં જોડાતા કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે , ભાજપ પરિવારમાં જોડાનાર દરેક વ્યક્તિ એક શક્તિ છે . આ શક્તિ અત્યાસુધી વેડફાતી હતી અને હવે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે જોડાઈને રાષ્ટ્રહિત સાથે જોડાઈ પોતાની શક્તિનો સદઉપયોગ કરશે અને રાજકોટ તાલુકા તેમજ લોધિકા તાલુકા કોંગ્રેસમાં શૂન્યાવકાશ સર્જાશે . કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડનાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી , ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા , રાજકોટ લોધિકા સંઘના ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ જાડેજા , રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખશ્રી બાબુભાઇ નસીત અને લોધિકા તાલુકા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ કમાણી , શ્રી મુકેશભાઈ તોગડિયાના પ્રયાસો અને પ્રયત્નોથી રાજકોટ તાલુકા તેમજ લોધીકા તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપમાં જોડીને કોંગ્રેસને ખૂબ મોટો આંચકો આપ્યો છે આ વિસ્તારમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે . જસદણ તાલુકામાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી ડો.ભરતભાઈ બોધરા અને જીલ્લા મહામંત્રીશ્રી મનસુખભાઇ રામાણી , જસદણ તાલુકા ભાજપ પ્રમુખશ્રી વલ્લભભાઈ રામાણીના પ્રયત્નોથી જસદણ તાલુકામાં જુઠાના ભરી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપમા પ્રવેશ કરાવીને આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું નામો નિશાન મિટાવી દીધું છે .
કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં જોડાઇને કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો : યાદી
રાજકોટ તાલુકા તેમજ લોધિકા તાલુકા કોંગ્રેસમાંથી સંજયભાઈ ખૂંટ પ્રમુખશ્રી રાજકોટ તાલુકા કોંગ્રેસ , શ્રી મનસુખભાઇ રોકડ મહામંત્રીશ્રી , શ્રી કિશોરસિંહ ઝાલા ઉપપ્રમુખ , શ્રી મુકેશભાઈ બાવરિયા ઉપપ્રમુખ , શ્રી વલ્લભભાઈ ખૂંટ ઉપસરપંચ ખોખ શ્રી નેમિસભાઈ આસોદરિયા , શ્રી સુરેશભાઈ બાહુકીયા , શ્રી નિશાંતભાઈ સિવાભાઈ સદસ્ય , શ્રી ખોડાભાઈ બાવરિયા પ્રમુખ માંધાતા ગ્રુપ , શ્રી કાળુભાઇ કુમારખાણીયા ઉમેદવાર જિયાણા , શ્રી ખોડાભાઈ સોલંકી ઉમેદવાર સણોસરા , શ્રી પ્રિયંકરભાઈ ખૂંટ યુવા મોરચો , શ્રી નાગજીભાઈ સગપરિયા ઉમેદવાર ખેરડી . શ્રી નિલેશભાઈ રિબડીયા સરપંચ ખેરડી ગામ , શ્રી બાબુભાઇ કુમારખાણીયા ઉમેદબાર બેડલા , શ્રી પરેશભાઈ ડોબરીયા સભ્ય દૂધ મંડળી તથા તમામ ટીમ સહીત ૧૫૦ લોકો સાથે ભાજપમાં જોડાયા હતા .
આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાઈને કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો : યાદી
આ તકે જસદણ તાલુકાના આમ આદમી પાર્ટીમાંથી આમ આદમી પાર્ટી જસદણ તાલુકાના મંત્રીશ્રી જીતુભાઈ વિભાભાઈ સેગલીયા , પૂર્વ પ્રમુખશ્રી ગાંડુભાઈ જોગાણી , સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શ્રી મનીષભાઈ રાદડિયા , તાલુકા ઉપપ્રમુખશ્રી બાલાભાઈ મેવાડા , મંત્રીશ્રી વિનોદભાઈ ડાભી , કારોબારી સભ્યશ્રીઓ વિજયભાઈ ધોળકિયા , શ્રી અતુલભાઈ જોગાણી , શ્રી જીજ્ઞેશભાઈ ડાભી , શ્રી અરવિંદભાઇ જોગાણી , શ્રી ધીરુભાઈ ધોળકિયા , શ્રી વિક્રમભાઈ મેવાડા , શ્રી જીતુભાઈ કટોચણીયા , શ્રી વિજયભાઈ ડાભી , શ્રી કેશુભાઈ ડોબરિયા , શ્રી નીલેશભાઈ રામોલીયા , શ્રી ઘનશ્યામભાઈ કાપડિયા , શ્રી અનીલભાઈ વાઘેલા , શ્રી ઉમેશભાઈ ધોળકીયા , શ્રી વાઘજીભાઈ ખેંગાણી , શ્રી પ્રભાતભાઈ સેગલીયા , શ્રી રણજીતભાઈ સેગલીયા સહીત જસદણ વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા . આ કાર્યક્રમનું સંચાલન રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખશ્રી બાબુભાઈ નસીત તેમજ આભારવિધિ જીલ્લા મહામંત્રીશ્રી મનસુખભાઇ રામાણીએ કરી હતી . આ કાર્યક્રમની પ્રચાર પ્રસારની જવાબદારી છલા પ્રેસ મીડિયા ઇન્ચાર્જશ્રી અરૂણભાઈ નિર્મળ અને સહ – ઇન્ચાર્જશ્રી કિશોરભાઈ ડોડીયાએ સંભાળી હતી .
