રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  “સેવાસેતુ”નો કાર્યક્રમ શ્રી અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ ખાતે યોજાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૦૨/૦૭/૨૦૨૨ શનિવારના રોજ વોર્ડ     નં.૪-૫-૬માં રહેતા શહેરીજનોના લાભાર્થે ૮-મા તબકકાના સેવાસેતુનો કાર્યક્રમ સવારે ૦૯:૦૦ કલાકે શ્રી અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ ખાતે યોજાનાર છે. જેના અનુસંધાને વોર્ડ નં.૪-૫-૬ ના કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવેલ. આ મિટીંગમાં ગુજરાત રાજયના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશનર આશિષકુમાર તથા વોર્ડ નં.૪-૫-૬ ના કોર્પોરેટરશ્રીઓ અને વોર્ડ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ.  સૌ પ્રથમ માનનીય મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીનું પદાધિકારીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું.  આ મિટીંગમાં માન. મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવેલ કે, વધુમાં વધુ લોકો સેવાસેતુમાં જોડાય અને સરકારશ્રીની અનેક યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે તે માટે વોર્ડના તમામ કોર્પોરેટરશ્રીઓ સંગઠનના હોદેદારશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ચિંતા કરે તેવી તેમણે અપીલ કરેલ તેમજ આરોગ્ય માટેની સરકારશ્રીની આયુષ્યમાન યોજનાનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે નાગરિકોને જાણકારી આપવા અંતમાં માન.મંત્રીશ્રીએ જણાવેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM