પીઠડ, બાલંભા અને લક્ષ્મીપરા ગામે રોડના રિકાર્પેટીંગ અને સીસી રોડના કામનું કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું

લતીપુર – પીઠડ- જશાપર રોડ રૂ.૩ કરોડના ખર્ચે, શાંતિનગર – બાલંભા – મોરાણા રોડ રૂ.૩ કરોડ ૬૧લાખના ખર્ચે તથા લક્ષ્મીપરા રોડ રૂ.૧ કરોડ ૬૧લાખના ખર્ચે નિર્માણ પામશે

સરકારના સતત પ્રયાસોથી ગામડાઓ ગોકુળિયા બન્યા : કૃષિમંત્રી શ્રી

જામનગર તા.૨ જુલાઇ, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ અને બાલંભા ગામે રોડના રિકાર્પેટીંગના કામનું ખાતમુહૂર્ત તેમજ લક્ષ્મીપરા ગામે સીસી રોડના કામનું  ખાતમુહૂર્ત કર્યું હતું. લતીપુર – પીઠડ- જશાપર રોડ હાલ ૬.૬૨ કિમીની લંબાઈ ધરાવે છે આ રસ્તા પર ૩.૭૫ મીટરથી વધારીને ૫.૫૦ મીટરમાં વાઈડનીંગની કામગીરી કરવામાં આવશે. જેના પાછળ રૂ.૩ કરોડની રકમ ફાળવવામાં આવી છે. તેમજ ૯.૦૩ કિમીની લંબાઈ ધરાવતા શાંતિનગર – બાલંભા મોરાણા રોડ ડામર સપાટી ધરાવતો હોય આ રસ્તા પર ૩.૭૫ મીટરથી વધારી ૫.૫૦ મીટરમાં વાઈડનીંગની કામગીરી કરવા માટે રૂ.૩ કરોડ ૬૧લાખની રકમ ફાળવવામાં આવી છે. આ કામોમાં વાઈડનીંગ, જંગલ કટિંગ, મેટલકામ, ડામરકામ, નાળા-પૂલિયા રીપેર કરાવવા, સાઈડ સોલ્ડરમાં માટી કામ, પ્રોટેક્ટિવ વોલ તથા રોડ ફીનીશીંગની કામગીરીની જોગવાઈ કરવામાં આવી છે. ૨ કિમીની લંબાઈના લક્ષ્મીપરા રોડ પર સીસી રોડની કામગીરી માટે રૂ.૧ કરોડ ૬૧ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

રોડના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમાજની સેવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સરકાર ગ્રામ્ય ક્ષેત્રે સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરી રહી છે. ગામડાઓમાં ચેકડેમ, તળાવો, પીવાનું પાણી, રોડ, આરોગ્ય જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવતા ગામડાઓ ગોકુળિયા બન્યા છે.

પીઠડ અને બાલંભા ગામને જોડતા રસ્તાઓના વાઈડનીંગથી લતીપર, પીઠડ, જશાપર, શાંતિનગર, બાલંભા અને મોરાણા ગામના લોકોને નવા રસ્તાઓનો લાભ મળશે. તેમજ લક્ષ્મીપરામાં સીસી રોડનું નિર્માણ થતાં ગ્રામજનોની સુવિધામાં ઉમેરો થશે. ખેડૂત, ખેતી અને ગામડાઓનો વિકાસ સરકારની પ્રાથમિકતા છે. વિવિધ સ્થળો પર મંત્રીશ્રીનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરી સાલ અને ફૂલહાર વડે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી  ચંદ્રિકાબેન, શ્રી ઘનશ્યામભાઈ, શ્રી દામજીભાઈ, શ્રી અનસૂયાબેન, પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઈ દલસાણીયા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી રસીલાબેન, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી છૈયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી માધુરીબેન, મામલતદાર શ્રી, શ્રી અરવિંદભાઈ, સરપંચ શ્રી મનસુખભાઈ, શ્રી હિતેશભાઈ, શ્રી બાવલાભાઈ, શ્રી ભીખુભાઈ જાદવ, શ્રી હેમલતાબેન, શ્રી રમાબેન, શ્રી વલ્લભભાઈ, શ્રી પંકજભાઈ, અધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM