આહવા શિક્ષણકોલોની ખાતે નિવૃત્તિ ગ્રંથપાલના ઘરે યજ્ઞપૂજન સાથે શુભેચ્છા સમારંભ યોજાયો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

: આહવા: તા:3: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે શિક્ષણ કોલોનીમાં સરકારી મા. અને ઉ. મા. શાળા, આહવાના એકમેવ ગ્રંથપાલ શ્રી દત્તાત્રેય બી.મોરેનો વય નિવૃત્ત થતા ગામજનો ને સગાંસંબંધી દ્વારા શુભેચ્છા સમારંભ યોજાયો.
ડાંગની ભૂમિ સાથે જેમનો નાતો શિક્ષણ માં જોડાયા તે પહેલા, તેમના જન્મથી પણ પહેલાથી જોડાયેલ છે. એવા સરકારી માધ્યમિક શાળા,આહવામાં ૩૧ વર્ષ સેવા આપી, વય નિવૃત થયેલ ગ્રંથપાલ શ્રીદત્તાત્રેય મોરેને નિવૃતિ બાદના જીવન બાબતે ગુજરાત -મહારાષ્ટ્રના સંગા સંબઘીઓએ યજ્ઞાનારયણના પુજન સાથે શુભેચ્છા આપી હતી.
આ યજ્ઞહોમહવન ઉનાઇના ગાયત્રી મંદિરના પુજારી અને ભીનારના ગાયત્રી પરિવારના આગેવાન શ્રીમનુભાઈ પટેલ દ્વારા ગાયત્રી યજ્ઞપૂજન માં, મોરેદંપતી સાથે ઉપસ્થિત 51 જેટલા સગા સંબંધીઓ અને નગરજનોએ ભાગ લઈ , ત્યારબાદ સ્મૃતિભેટ આપી સન્માન સાથે શુભેચ્છા આપી હતી.
આ સાથે નિવૃત ગ્રંથપાલ શ્રીદત્તાત્રેય દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભવોને પોતાના તરફથી સાલ, શ્રીફળ, ટોપી અને સ્વામી વિવેકાનંદનો ફોટો સ્મૃતિભેટ, તથા ઉપસ્થિત મહિલા ઓને કપડા બદલ કવર આપી એમનો આભાર સહ ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. સો એ ભોજન સમારંભ લાભ લીઘો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *