નવસારી તાલુકાના આમડપોર ખાતે  જલાલપોરના ધારાસભ્ય શ્રી આર.સી.પટેલની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો 

વંદે ગુજરાત વિકાસ યાત્રાના ત્રીજા દિવસે નવસારીના આમડપોર, મંદિર હોલ ખાતે જલાલપોરના ધારાસભ્ય શ્રી આર.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નવસારી તાલુકાના ગામેગામ ગ્રામજનો દ્વારા ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવી રહયું છે. આમડપોર ખાતે ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક, સહાય, મંજૂરી પત્રો, સાધન સહાય વિગેરે પણ આપવામાં આવ્યાં હતાં. જિલ્લા પંચાયતની સુપા બેઠકમા સમાવિષ્ઠ ૨૩ ગામોને લાભ મળશે. જિલ્લા પંચાયત સીટ સુપામાં અંદાજીત કુલ રૂા. ૩ કરોડ થી વધુના ખર્ચે લોકાર્પણ/ખાતમુહૂર્ત નો લાભ જિલ્લાના પ્રજાજનોને મળશે.  

        આ પ્રસંગે જલાલપોરના ધારાસભ્ય શ્રી આર. સી.પટેલે જણાવ્યું હતું કે, વંદે ગુજરાત વિકાસ યાત્રા ના માધ્યમથી સરકારશ્રીની તમામ યોજનાઓની જાણકારી છેવાડા લોકો સુધી પહોંચે તે માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રીની ૨૦ વર્ષમાં થયેલા પ્રજાલક્ષી કામોની ગામજનોને જાણકારી અપાશે. આવનારા દિવસોમાં પણ સરકારશ્રીની અનેક યોજનાઓ અમલમાં મૂકાનાર છે. યોજના વિશે જાણકારી લઇ તેનો લાભ લેવા જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દીર્ધદષ્ટિથી ગુજરાતનો વિકાસ અવિરત થઇ રહયો છે.

આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમના ભાગરૂપે દસ્તાવેજી ફિલ્મો પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના પ્રારંભમાં વિકાસ રથ આવી આવી પહોંચતા ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *