


વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વિશ્વામિત્રી નદીની જળ સપાટી માપવા માટે ત્રણ વર્ષ પહેલાં વોટર લેવલ સેન્સર લગાવવામાં આવ્યા હતા. અગાઉ જૂની પદ્ધતિથી પાણીનું લેવલ માપવામાં આવતું હતું. હવે જુની પદ્ધતિના બદલે નવી સિસ્ટમ અપનાવવામાં આવી છે. જેથી વિશ્વામિત્રીમાં જળસ્તરની સચોટ માહિતી ઓટોમેટિક સિસ્ટમથી મળી શકશે. પાલિકાના કંટ્રોલ રૂમ સહિત અધિકારીઓના મોબાઇલ પર પાણીના જળસ્તરની રજેરજ માહિતી આ સિસ્ટમથી મળી રહેશે. વિશ્વામિત્રી નદીમાં જ્યારે પણ પાણી વધે છે ત્યારે અગાઉ અને હાલ પરંપરાગત પદ્ધતિથી નોંધણી કરવામાં આવે છે.
કોર્પોરેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી ઉપર આવેલા કાલાઘોડા સહિત અન્ય સ્થળો પર માપણી રેખાંકિત કરવામાં આવેલી છે. જોકે હવે નવી ટેકનોલોજીની મદદથી સેન્સર પદ્ધતિથી પાણીનું સ્તર જાણી શકાય છે. આજવા સરોવર, કાલાઘોડા બ્રિજ અકોટા બ્રિજ, આસોજ ફીડર, મુજ મહુડા બ્રિજ, નરહરિ બ્રીજ પ્રતાપ નગર ડેમ રાત્રી બજાર બ્રિજ સમા હરણી બ્રિજ સહિત 10 સ્થળે સિસ્ટમ મૂકવામાં આવી છે.
સાત સ્થળોએથી વિશ્વામિત્રી નદીનું લેવલ ઓનલાઈન
અકોટા બ્રિજ 8.03 ફૂટ
બહુચરાજી બ્રીજ 2.17 ફૂટ
કાળા-ઘોડા બ્રિજ 5.54 ફૂટ
મંગલ પાંડે બ્રિજ 3.40 ફૂટ
મુજ મહુડા બ્રીજ 5.53 ફૂટ
સમા હરણી બ્રીજ 4.03 ફૂટ
વડસર બ્રિજ 3.83 ફૂટ

