વડોદરા મહાનગર ભાજપા દ્વારા છોટાઉદેપુરના પૂરગ્રસ્તો માટે ટ્રક ભરી રાહત સામગ્રી મોકલાઈ

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થવાના કારણે પુરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે પુર થી અસરગ્રસ્ત થયેલા પરિવારોને મદદ કરવા માટે વડોદરા શહેર ભાજપ દ્વારા રાહત સામગ્રી ભરેલી 3 ટ્રક આજે છોટાઉદેપુર – બોડેલી રવાના કરાઈ હતી . આ પ્રસંગે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ ના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર , ભાજપા પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ , શહેર અધ્યક્ષ શ્રી ડો . વિજયભાઈ શાહ , મેયર શ્રી યુરભાઈ રોકડિયા , મહામંત્રી સુનિલભાઈ સોલંકી , જશવંતસિંહ સોલંકી , રાકેશભાઈ સેવક , દંડક ચિરાગભાઈ બારોટ , તથા ભાજપા ના હોદેદારો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા . આજે શહેરના સયાજીગંજ સ્થિત આવેલા મનુભાઈ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે થી શહેર ભાજપ અધ્યક્ષ ડો , વિજયભાઈ શાહ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ જી ની સૂચના અને માર્ગદર્શનથી તાજેતરમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં પુરની પરિસ્થિતિમાં ફસાયેલા પરિવારો માટે રાહત સામગ્રી મોકલવાની વ્યવસ્થા શહેર સંગઠન દ્રારા કરાઈ હતી આજે 3 ટ્રક ભરીને આ રાહત સામગ્રી જેમા ૨000 થી વધુ અનાજ ની કીટ , ૨,000 થી વધુ સૂકા નાસ્તાના પેકેટ સાથે તાડપતરી અને શેતરંજી ભરેલા ટ્રકો ભાજપા કાર્યાલય ખાતેથી રવાના કરાઈ હતી . ||| આ પ્રસંગે કેબીનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સદાય જરૂરિયાતમંદોની પડખે ઉભી છે.આજે જયારે જનતા પુરને કારણે તકલીફમાં છે ત્યારે લોકોની ચિંતા કરીને વડોદરા શહેર ભાજપા દ્વારા છોટાઉદેપુર તેમજ બોડેલીના અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે . પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે સેવા એજ ભાજપનું પરમ ધ્યેય છે . તેથી વડોદરા ભાજપ દ્વારા છોટાઉદેપુર તેમજ બોડેલીના લોકો માટે સહાયરૂપ સામગ્રી મોકલવામાં આવી છે . વધુ મા શહેર અધ્યક્ષશ્રી ડૉ . વિજયભાઈ શાહ તથા વડોદરા મહાનગરની સમગ્ર ટીમ ની કામગીરીની બિરદાવી હતી . ( ] આ પ્રસંગે શહેર અધ્યક્ષશ્રી ડૉ . વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હમેશા લોકસેવા ના કામો માં અગ્રેસર રહી છે . તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજ રોજ ૨૦૦૦ પરિવારોની કીટ મોકલવામાં આવી હતી જેમાં એક મહિનાનું રાશન , તાડપત્રી , ચાદર , શેતરંજી વગેરે જીવન જરૂરિયાત ની ચીજો સામેલ છે . આ પ્રસંગે મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા તથા શહેરના હોદ્દેદારો પદાધિકારો ઉપસ્થિત રહ્યા હતા .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *