ભુજ તાલુકાના કેરા અને સુરજપર ખાતે લોકો વંદે ગુજરાત કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા  

 જિલ્લા પંચાયતની કેરા બેઠકના ભુજ તાલુકાના કેરા અને સુરજપર ગામે  વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોએ રૂ. ૪૫.૫૮  લાખના વિવિધ  વિકાસ લાભો લાભાર્થીઓને આપ્યા  હતા તેમજ ૧૪૦ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને  ખેતીવાડીમાં એજીઆર-૨ યોજનામાં વિવિધ ઘટકોના રૂ. ૨.૦૯ લાખના પૂર્વમંજુરી હુકમો અપાયા હતા. આ કાર્યક્રમમાં ૮ ઉજ્જવલા કીટ્નું વિતરણ કરાયુ હતુ  તેમજ સ્થળ પર આવેલા પાત્રતા ધરાવતા લોકોને કોરોના વેકસીન અપાઈ હતી.

                ભુજ તાલુકાના કેરા અને સુરજપર ખાતે લોકો વંદે ગુજરાત કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા  હતા. વંદે ગુજરાત કાર્યક્રમમાં નોન કોમ્યુનિકેબલ ડિસીઝના લાભાર્થીઓની તપાસ પણ કરવામાં આવી હતી. ઉપસ્થિતોએ ઉત્સાહભેર વંદે ગુજરાત ફિલ્મ નિહાળી હતી.

        સુરજપર ખાતે તાલુકા પંચાયત સભ્યશ્રી કાંતાબેન ગોંડલીયાએ આ તકે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈએ તમામ વર્ગો અને સમાજના વિકાસ માટે સરકારમાં  વિવિધ યોજના અમલી બનાવી છે. તેનો દરેકે લાભ લેવો જોઈએ.

        કેરા ખાતે તાલુકા પંચાયત સભ્યશ્રી ડાહ્યાભાઈ મહેશ્વરીએ ઉપસ્થિતોને  આયુષ્યમાન કાર્ડ અંગે લોકોને લાભ લેવા જણાવ્યું હતું. નિરામય યોજના અન્વયે બિનચેપી રોગો માટે દર શુક્રવારે વિનામૂલ્યે નિદાન સારવારનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.

                આ કાર્યક્રમમાં કેરા સરપંચ શ્રી મદનગીરી ગોસ્વામી, નવીનભાઈ પાંચાણી, માજી સરપંચ રવજીભાઈ કેરાઈ,  તલાટીશ્રી નરેન્દ્રભાઈ અને સોનાબેન રાવત ,પુરવઠા નાયબ મામલતદાર શ્રી જી.સી.પ્રજાપતિ તેમજ સુરજપર ખાતે સુરજપર સરપંચશ્રી ચેતનાબેન  પિંડોરીયા, ભારાપર સરપંચશ્રી સારાબેન કુંભાર, મેડિકલ ઓફિસરશ્રી ડોક્ટર રાહુલ દેત્રોજા ,મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર જતીન પટેલ, સંસ્થા પ્રમુખશ્રી કરસનભાઈ પટેલ , ઉપસરપંચ સુરજપર શ્રીપ્રિતેશભાઈ હિરાણી, ઉપસરપંચ ભારાપર શ્રીમેહુલભાઈ, ફોરેસ્ટ ઓફિસરશ્રી એસ.જે ચૌધરી, સુરજપર તલાટીશ્રી દર્શનભાઈ જોશી તેમજ લાભાર્થીઓ, આરોગ્ય કર્મીઓ, આંગણવાડીની બહેનો અને ગ્રામજનો રસભેર  ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *