

ગામજનોએ ઉત્સાહભેર વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું સ્વાગત કર્યું
ભુજ,
કચ્છ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓને જન જન સુધી પહોંચાડવા માટે કુલ ત્રણ રથ ભ્રમણ કરી રહ્યા છે. અબડાસા તાલુકાના સણોસરા ગામે રથનું આગમન થતા જ ગામલોકોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું. કચ્છની લોક સંસ્કૃતિને દર્શાવતી કૃતિ પ્રસ્તુત કરીને વિદ્યાર્થિનીઓએ આવેલા મહેમાનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત, છોડ આપીને મહેમાનોનો આદર સત્કાર પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સૌને સરકારની યોજનાઓનો લાભ લઈને દેશના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સરકારશ્રીની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચીને કેવી રીતે તેમના જીવનમાં પરિવર્તન લાવી રહી છે તેના વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથના માધ્યમથી સરકારની વિકાસગાથા દર્શાવતી ટૂંકી ફિલ્મને સૌએ નિહાળી હતી. આ કાર્યક્રમાં મહાનુભાવાનો હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, બાલશક્તિ, પૂર્ણાશક્તિ, ખેતીવાડી વીજ કનેક્શન, ખેતીવાડીના વિવિધ ઘટકોની સહાય, આયુષ્માન કાર્ડ વગેરેનું વિતરણ લાભાર્થીઓને સ્થળ પર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી પુરૂષોત્તમભાઈ મારવાડા, સરપંચ શ્રી પરેશભાઈ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઈ ભટ્ટ, નાયબ મામલતદારશ્રી વી.એમ.ગઢવી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી એમ.કે.સિન્હા, વિસ્તરણ અધિકારી શ્રી વી.વી.પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, આંગણવાડીકર્મીઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

