વડોદરા કંડારીમાં એન.ડી.આર.એફ.નું બચાવ અભિયાન.

રિપોટઁ:ચિરાગ પાંડેય

કરજણ તાલુકાના કંડારી ગામે જળ ભરાવ માં ફસાયેલા લોકોને ઉગારવા એન.ડી.આર. એફ.૭ ની ટુકડીએ બચાવ અભિયાન હાથ ધર્યું હતું.જેમાં અત્યાર સુધીમાં ૬૩ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં સફળતા મળી છે.તેમાં ૨ સગર્ભા મહિલાઓ સહિત કુલ ૨૩ મહિલાઓ,૨૯ બાળકો અને ૨ દર્દીઓ સહિત૧૧ પુરુષોનો સમાવેશ થાય છે તેમ દળના પ્રવક્તાએ જણાવ્યું છે. જિલ્લા કલેકટરશ્રી ના જણાવ્યા સ્થાનિક કાંસ નું પાણી વધતા ૧૮૦ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવી અન્ય તંત્રોનો સહયોગ લેવામાં આવ્યો હતો. પશુધનને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યું હતું.

✓ ૬૩ લોકોને સલામત સ્થળે ખસેડયા.

✓ બે સગર્ભા મહિલાઓ અને ૨ દર્દીઓનો સમાવેશ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *