“વડોદરા જિલ્લા ના દેવ ડેમમાં થી ફરી પાણી છોડવામાં આવી રહ્યું છે

નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા

“વડોદરા જિલ્લા ના ત્રણ પ્રાંત અધિકારીઓ ને જરૂરી તમામ પગલાં લેવા જિલ્લા કલેકટર દ્વારા સૂચના”

રિપોટઁ:ચિરાગ પાંડેય

      દેવ નદીમાં બંધમાં થી પાણી ફરી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નીચાણવાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. તેને અનુલક્ષીને જિલ્લા કલેકટર અતુલભાઈ ગોરે ડભોઇ, કરજણ અને વડોદરા ગ્રામના પ્રાંત અધિકારીઓ ને દેવ/ ઢાઢર કાંઠાના ગામોમાં તકેદારીના જરૂરી તમામ પગલાં લેવાની સૂચના આપી છે. હાલોલ તાલુકાના દેવ ડેમની ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા ચોવીશ કલાકમાં નોંધાયેલા વરસાદ અને જળ આવકને પગલે પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા આજે સવારના ૬ વાગ્યાથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ડેમના ગેટ નં.૩/૪/૫/૬ ને ૦.૬ મીટર જેટલા ખોલીને ૭૪૯૯.૮૪૪ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લીધે નદીનું જળસ્તર વધશે. આ ઘટનાની ડભોઈ અને વાઘોડિયા તાલુકા પુર નિયંત્રણ કક્ષોને કરવામાં આવી છે અને દેવ કાંઠાના આ બંને તાલુકાઓના નીચાણવાળા ગામોને સાવધ રહેવા,નદી કાંઠે રોકાવા કે અવર જવર ન કરવા,ઢોર ન ચારવા અને જરૂર જણાયે ઊંચાઈ પર સલામત જગ્યાએ ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM