વલસાડના નીચાણવાળા વિસ્તારમાં જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાતા વલસાડના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનાં ઘરબારને ભારે નુકસાન થયું છે. આ સમયે વલસાડની અનેક સંસ્થાઓ જરૂરિયાતમંદોની મદદે આવી છે. ત્યારે જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડના પ્રમુખ આશાબેન ગોહિલ, હાર્દિક પટેલ, જગદીશ આહીર તથા નગરપાલિકાના જયેશભાઈ દ્વારા બપોરે 250 જેટલાં ફૂડ પેકેટસ ખડકીભાગડાના નીચાણવાળા વિસ્તારમાં વહેંચવામાં આવ્યા હતા. સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 સુધી 1400 જેટલાં ફૂડ પેકેટસ વહેંચવાની કામગીરીમાં ઉમિયા સોશ્યલ ગ્રુપ તથા લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબાના અનુક્રમે અશોકભાઈ તથા નીલમભાઈની ટીમ સાથે સાથે જોડાઈને હિંગળાજ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, છીપવાડ, મોગરાવાડી અને કૈલાસ રોડ વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *