કોવિડ વેકિસનેસન પ્રિકોઝન ડોઝ સેશન માટે આરોગ્ય વિભાગને અરજી કરી શકાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે કોરોના પ્રતિરોધક પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા છે. મહત્તમ સંખ્યામાં પ્રિકોશન ડોઝનો લાભ નાગરિકોને મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોની માગણી મુજબના સ્થળે પ્રિકોશન ડોઝના સેશનનું આયોજન કરવાની પહેલ કરવામાં આવી છે.

સમગ્ર કચ્છ મધ્યે આવેલી કંપનીઓ, ઉદ્યોગગૃહો, ધાર્મિક કે સામાજિક સંસ્થાઓ દ્વારા તારીખ ૨૫/૦૭/૨૨ કે ત્યારબાદ ૧૮થી મોટી વયના કોવિડ વેકિસીનેસન પ્રિકોઝન ડોઝની પાત્રતા ધરાવતા (કોવેક્સિન કે કોવિશિલ્ડ પૈકી કોઈપણ વેક્સિન)ના  ૧૦૦ કે તેથી વધુ લાભાર્થી તૈયાર હોવાની ખાત્રી આપવામાં આવે તો આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત કચ્છ તરફથી વિનામૂલ્યે વેકસીનેસન સેશનનું આયોજન કરી આપવામાં આવશે.

આ માટે વેક્સિનનું સ્થળ, વેક્સિનનો પ્રકાર, અનુકૂળ તારીખ અને સમય, અંદાજિત લાભાર્થીની સંખ્યાની સાથે જવાબદાર વ્યક્તિના હોદો તેમજ મોબાઈલ નંબરની વિગત સાથે નીચે આપેલા જિલ્લા/તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓની વિગતમાંથી આપના વિસ્તારના અધિકારીશ્રીનો સંપર્ક કરીને સેશન માટે માગણી કરી શકાશે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM