તાપીના પદ્મશ્રી,રમીલાબેન ગામીત એ શ્રીમતી દ્રોપદી મુર્મુજીને નવનિર્વાચિત મહામહિમ રાષ્ટ્રપતિ ને અંભિનંદન પાઠવ્યા હતા.

ભારતનાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ ના ઉમેદવાર તરીકે આદીવાસી મહિલા અને ઝારખંડના પૂર્વ રાજયપાલ શ્રીમતિ દ્રોપદીજી મુર્મુને પસંદ કરવામાં આવેલ. ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ તરીકે ગત ટર્મમાં રામનાથ કોવિંદજીને પસંદ કરી અને આ ટર્મમાં દેશનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે શ્રીમતિ દ્રોપદીજીને પસંદ કરીને ભારતીય જનતા પાર્ટીએ ‘ સૌનો સાથ , સૌનો વિકાસ ’ સાથે ‘ સૌને સન્માન ” ને પણ ચરિતાર્થ કરી બતાવીને ભારતનાં નાનામાં નાના વર્ગ સુધી સ્પષ્ટ સંદેશ આપેલ છે કે ભારતમાં દરેક વ્યકિત યોગ્ય સન્માનને લાયક છે.ભારતના નવનિર્વાચિત મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી ની શુભારંભ ચેરીટેબલ ટ્રસ્ટ ના મહિલા મોરચાના પ્રમુખશ્રી ,તાપીના પદ્મશ્રી,રમીલાબેન ગામીત એ શુભેચ્છા મુલાકાત લઈને શ્રીમતી દ્રોપદી મુર્મુ જીને નવનિર્વાચિત મહામહિમ રાષ્ટ્રપતિ બનવા માટે અંભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *