ગાંધીનગર મહાનગરના વોર્ડ નં ૧૧ માં રેલવે સ્ટેશન વિસ્તાર રામદેવપીરનું મંદિર, ખોરજ ગામ ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલની આગેવાનીમાં લોક સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવેલ.

તા. ૨૪/૦૭/૨૦૨૨ ના રોજ ગાંધીનગર મહાનગરના વોર્ડ નં ૧૧ માં રેલવે સ્ટેશન વિસ્તાર રામદેવપીરનું મંદિર, ખોરજ ગામ ખાતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલની આગેવાનીમાં નીચે મુજબના લોક સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવેલ.
(૧).બ્લડ પ્રેશર, સુગર , ઓક્સિજન તથા તાપમાન ચેક કરવા માટેના નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
(૨). ઇલેક્શન કાર્ડમાં સુધારા માટે, તથા નવા ઇલેક્શન કાર્ડ કઢાવવા માટે તથા અન્ય વિસ્તારમાંથી એડ્રેસ ટ્રાન્સફર કરાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
(૩). ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓ વિશેની જાણકારી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
(૪). ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બનવા માટે 7878182182 ઉપર મિસકોલ કરીને જરૂરી વિગતો ઓનલાઈન ફોર્મ ભરીને પ્રાથમિક સભ્ય બનાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલ.

જે કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટરશ્રી ગીતાબેન પટેલના પતિ અને પૂર્વ વોર્ડ પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, વોર્ડ નં. ૧૧ ના ઉપપ્રમુખ તેજસભાઇ આચાર્ય, સંજય વાણીયા, ગાંધીનગર શહેર કિશાન મોરચા ઉપપ્રમુખશ્રી દીપકભાઈ પટેલ, જીતુભાઈ રામચંદાણી, બ્રિજેશભાઈ વાઘેલા, ગોવિંદભાઈ, ભાવેશભાઈ પ્રજાપતિ, ડાહ્યાભાઈ શ્રીમાળી, ભરતભાઈ ભરવાડ, આશિષભાઈ, પદ્મકાંતભાઈ પટેલ તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને સેવાકાર્ય કરેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM