જીવદયા એ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરતા માંડવી ના યુવાનો

રિપોર્ટ -અજય ખત્રી- માંડવી કચ્છ

રિયાઈ શહેર માંડવી માં લમ્પી રોગ ની દહેશત વચ્ચે ગૌવંશની સેવા માં માંડવી શેઠ ગોકલદાસ તેજપાલ હાઈસ્કૂલ માં 1995 માં અભ્યાસ કરતાં પૂર્વ વિદ્યાર્થી ઓના ગ્રુપે સ્વખર્ચ અને દાતાઓ ના સહયોગ થી ગૌવંશની સેવા કરી રહ્યા છે.અઠવાડિયા ના બે દિવસ શહેર ના અંતરિયાળ વિસ્તારોમાં જઈ ગૌવંશને ગોળ, હળદર,વરીયાળી અને ભુસા માં ચિકિત્સક ની સલાહ લઈ અને દવા આપવાનું કાર્ય યુવાનો કરી રહ્યા છે. શહેર બાહર ના શ્રી શીતલા માતાજી મંદિર ,લાયજારોડ,બાબાવાડી, મેઘમંગલ નગર, જબલેશ્વર કોલોની, રામેશ્વર, કાંઠા વિસ્તાર સહિતના વિસ્તારોમાં ગૌવંશને આયુર્વેદિક ભુસો ખવડાવવામાં આવે છે. રાજીવ શાહ એ ગૌવંશ ની સેવા ને મહત્વ આપતા વધુ ને વધુ સેવાકીય કામો કરવા મિત્રો ને પ્રોત્સાહિત કર્યા હતા અને દાતાઓના સહયોગ ને બિરદાવ્યું હતું. નિલેશભાઈ ચાંપાનેરીયા એ જણવાયું હતું કે દર વખતે વહેલેથી ચાર પાંચ કલાક પહેલા ગોળ નું પાણી મિશ્રણ તૈયાર કરી હળદર મિક્સ કરી આ ખોરાક ગૌવંશ ને પીરસાય છે.આ ખોરાક ગૌવંશ ના પોષણ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે તેમ છે.

પ્રતીક શાહ એ જણાવ્યું હતું કે સહુ મિત્રો નો સાથ અને દાતાઓ ના સહયોગ થી આ સેવાકાર્ય શક્ય બન્યું છે અને દરેક મિત્ર પોતાના વિચારો રજૂ કરી અહીં ખુલા મન થી કામ કરાવી રહ્યા છે. સતત જીવદયા ના કાર્યોમાં લિન રહેતા દર્શન ઓઝા આ કાર્ય ને વધુ ને વધુ ગતિ આપવા ના સક્રિય પ્રયાસો કરી રહ્યા છે.ગૌવવંશ ને પીરસતા આયુર્વેદિક ભુસા ની સાથે દર્શન ભાઈ શ્વાનો માટે રોટલા પણ સાથે રાખી અને ખવડાવતા અને મુંગા પશુ ઓ ની સેવા ને પ્રભુ સેવા ની વ્યાખ્યા આપી હતી. મનોજ મામતોરા દ્વારા ગૌવંશને ઉપયોગી થતી દવાઓ વિશે જાણકારી આપતા ગાયો ને લમ્પી રોગ માં કેમ ઉપયોગી થવાશે તેની માહિતી આપતા સતત સેવા આપી હતી.

સંજય મારાજે આ કાર્ય ને સેવાયજ્ઞ નો ઉપનામ આપી સનાતન સંસ્કૃતિ ની વાત કરતાં સાથી યુવા મિત્રો ને બિરદાવ્યા હતા ગૌવંશની સેવામાં લીન થઈ સૌ યુવાનોએ સેવા કાર્ય કરી રહ્યા છે આ કાર્યમાં નિલેશ ચાંપાનેરિયા, ચંદ્રેશ માલમ ,દર્શન ઓઝા, શૈલેષ શાહ, નિર્મલ દોશી,તેજસ શાહ,મનોજ મામતોરા,જયેશ સોની,પ્રતીક શાહ, રવિ શાહ , વિજય ભાનુશાલી, સંજય જોષી, અશોક ખારવા,નરેશ ભાનુશાલી,મોહિત શાહ,મિતલ શાહ,રાજીવ શાહ,સહિત હાજર રહ્યા હતા. બીજલ ઓઝા અને કમલેશ ભાનુશાલી પણ હાજર રહી યુવાનો નો ઉત્સાહ વધાર્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *