



રાષ્ટ્રીય આદિવાસી જન કલ્યાણ મંચ ઉચ્છલ તાલુકા દ્વારા ધારેશ્વર તીર્થક્ષેત્ર તપોવન આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ થયો અને આ વૃક્ષો રોપણ કરીને દરેક ગામડાના કાર્યકર્તાએ અને ઉપસ્થિત પદ અધિકારીઓએ એ વૃક્ષને દત્તક લીધા રાષ્ટ્રીય આદિવાસી જન કલ્યાણ મંચ સમગ્ર ભારત વર્ષમાં 50,000 થી પણ વધારે વૃક્ષોનું રોપણ અને તેમનુ જતન કરવાનું સંકલ્પ પણ લીધો જેમાં રાષ્ટ્રીય આદિવાસી જન કલ્યાણ મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ કૌશિક વસાવા અને આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી રૂઢિ પરંપરા જાણીવ જાગૃતિ સંસ્થા ના સ્થાપક ઈશ્વરભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા અને તેમને પ્રકૃતિ વિશે વિશેષ માહિતી કાર્યકર્તાઓને આપી રામ ધુન સમિતિના સ્થાપક પરમ પૂજ્ય શિડિયાદાસ મહારાજની ઉપસ્થિતિ પણ રહી આ કાર્યક્રમમાં સંગઠનના તાલુકાના જિલ્લાના અને પ્રાંત લેવલના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા વિશેષ રીતે રાષ્ટ્રીય આદિવાસી જનકલ્યાણ મંચના સમગ્ર ભારત વર્ષના વાલી દિગંબર ભાઈ ગામીત ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સતીશ ગામીત શ્રદ્ધા જાગરણ પ્રમુખ દિલીપ વળવી જિલ્લા અધ્યક્ષ તાલુકાના અધ્યક્ષો દરેક આયામના પદાધિકારી ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ રહ્યો

