હજારો હરિભકતો અને સત્સંગીઓ ની ઉપસ્થિતિ માં ભુજ મંદિર ખાતે હિંડોળા મહોત્સવ નો પ્રારંભ…

ભુજ તા. ૨૪: સ્વામિનારાયણ સંપ્રદાય માં હિંડોળા ઉત્સવ નો ખુબજ મહત્વ છે આજરોજ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે વિધિવધ રીતે સંતો અને યજમાનશ્રીઓ ના વરદહસ્તે બદ્રિવન તેમજ આકર્ષિત રીતે સૂકા મેવા વિગેરે પ્રદાર્થો થી સુશોભિત હિંડોળા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો

ભુજ મંદિર ના મહંત સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સદગુરુ સ્વામી ભગવદ્ જીવન દાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વિગેરે સંતો એ યજમાનો અને હરિભકતો ને લંડન થી આશિર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, સંપ્રદાય ના હરિભકતો નો સત્સંગ અને ઠાકોરજી તરફની લોકો ની નિષ્ઠાએ અખંડ ભક્તિમય છે

આ બદ્રીવન તેમજ હિંડોળા નો પ્રારંભ ભુજ મંદિરના બ્રહ્મનિષ્ઠ , વડીલ સંતો , હિંડોળા ઉત્સવના સંતો , યશસ્વી યજમાનશ્રીઓમા મૂળ ગામ સુખપર હાલે ઈસ્ટ લંડન ના તરીકે અ. નિ. વેલજીભાઈ હરજી ભૂડિયા પરીવાર હસ્તે ધનજી વેલજી ભૂડીયા પરીવાર તથા માનકુવા ભક્તિ નગર ના પ્ર.ભ રામજીભાઈ ગોપાલ દબાસીયા તથા પ્ર. ભ શાંતિલાલ ગોપાલ દબાસીયા પરિવાર અને અન્ય ૧૦ પરિવારો એ જુદા જુદા હિંડોળા નું યજમાનપદ સ્વીકારેલ. વિશેષ માં ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાસદાસજી જણાવેલ કે આ અવસરે ભુજ , માંડવી , અંજાર , પ્રસાદી મંદિરના સંતો તથા શ્રી નરનારાયણદેવ હસ્તક ચાલતી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલક સંતો એવમ્ ટ્રસ્ટીઓમાં ટ્રસ્ટીઓ માં મુખ્ય કોઠારી શ્રી. મુળજીભાઈ શિયાણી, ઉપ કોઠારી શ્રી. જાદવજીભાઈ ગોરસીયા, શ્રી. શશિકાંતભાઈ ઠક્કર, શ્રી. દેવશીભાઇ હિરાણી, સલાહકાર સમિતિ ના શ્રી. રામજીભાઈ વેકરીયા , હિંડોળા મહોત્સવ સમિતિ ના હાલ કાર્યરત સંતો માં સ્વામી શ્રી દિવ્યસ્વરૂપદાસજી, શ્રી.નરનારાયણદાસજી શ્રી. પુર્ણસ્વરૂપદાસજી, શ્રી.ઘનશ્યામપ્રિયદાસજી, શ્રી.ઉત્તમચરણ દાસજી વિગેરે સંતો સાથે પાર્ષદ શ્રી. ખીમજી ભગત વ્યવસ્થા સંભાળી રહ્યા છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *