મહેસાણાના કર્મઠ અને જાગૃત સંસદસભ્યશ્રી શારદાબેન પટેલની વધુ એક માંગણી ઉપર રેલવે મંત્રાલયની મહોર

મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે સાબરમતી થી જોધપુર સુધીની ટ્રેન ને જેસલમેર સુધી લંબાવવામાં આવી.

ત્તર ગુજરાત માંથી રામદેવરા જવા માટે સાબરમતી થી જોધપુર (ટ્રેન નં ૧૪૮૦૪) ટ્રેન ચાલતી હતી. આ ગાડી જોધપુર સવારે ૬ વાગે જોધપુર પહોંચ્યા બાદ ૭.૦૫ વાગે જોધપુર થી જેસલમેર (ટ્રેન નં ૧૪૮૧૦) ના સ્વરૂપે જેસલમેર જતી હતી. જેસલમેર ૧૨.૪૦ વાગે ટ્રેન પહોંચ્યા પછી તે જ ટ્રેન ૧૪૮૦૯ નંબર થી ૩.૦૦ વાગે જેસલમેર થી જોધપુર સુધી રૂપાંતરિત થતી હતી. જે રાત્રે ૯.૧૦ વાગ્યે જોધપુર આવતી હતી અને આ જ ટ્રેન ૧૦ મિનિટ પછી જોધપુર થી ૧૪૮૦૩ નંબર થી ૯.૨૦ વાગ્યે સાબરમતી માટે રવાના થતી હતી. રામદેવરાની મુલાકાતે જતા આવતા શ્રદ્ધાળુઓને જોધપુર થી રામદેવરા જવા માટે નવી ટિકિટ અને કન્ફર્મેશનને લગતા પ્રશ્નોના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. માન. સંસદસભ્ય શ્રી શારદાબેન પટેલના ધ્યાને આ મુશ્કેલી આવતા તેમણે રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજી ને રજૂઆત કરી હતી કે આ એક જ ટ્રેન જુદા જુદા નંબરો થી ૨ ભાગમાં ચાલે છે તો તેને સળંગ એક જ ટ્રેન કરી દેવાથી મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે સીધી દૈનિક ટ્રેન નો લાભ મળી શકે તેમ છે. આ રજૂઆત ને દયાને લઇ રેલવે મંત્રી દ્વારા તારીખ ૩૧/૦૭/૨૦૨૨ થી ગાડી નંબર- ૧૪૮૦૩ જેસલમેર થી સાબરમતી તથા તારીખ ૦૧/૦૮/૨૦૨૨ થી ગાડી નંબર- ૧૪૮૦૪ સાબરમતી થી જેસલમેર સુધી કરી દેવામાં આવી છે. સાબરમતી-જોધપુર-જેસલમેર ની આ સીધી દૈનિક ટ્રેન નો લાભ મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહીત અમદાવાદ અને સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ ને મળશે અને રામદેવરાના પવિત્ર સ્થળ પર આવેલા રામદેવ પીરના દર્શન કરવા સરળતા થી જઈ શકાશે. સંસદસભ્યશ્રી શારદાબેન પટેલે રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજી અને રેલ મંત્રાલય નો આભાર માન્યો હતો..
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM