















હુડકો પ્રાથમિક શાળા, ભાટ ગામ ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા તથા ગાંધીનગર મહાનગરના અધ્યક્ષ શ્રી રૂચિરભાઇ ભટ્ટની અધ્યક્ષતામાં ગાંધીનગર મહાનગર કિસાન મોરચા અને વોર્ડનં-૧૧ના સંયુક્ત આયોજનથી વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં કિસાન મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી બાબુભાઈ જેબલીયાજી, ગાંધીનગર મહાનગર મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૌરાંગભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા ગાંધીનગર મહાનગરપાલિકાના ડે.મેયર પ્રેમલસિંહ ગોલ, વોર્ડ નં.૧૧ના તેમજ ગાંધીનગર મહાનગરના હોદ્દેદારશ્રીઓ, વોર્ડ નં. ૧૧ ના હોદ્દેદારશ્રીઓ તથા સૌ કાર્યકર્તા મિત્રો, અને વોર્ડ નં. ૧૧ ના કાઉન્સીલરશ્રીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવેલ.

