રોટરી ક્લબ હિંમતનગર દ્વારા દીપ મેમોરિયલ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ

રોટરી ક્લબ હિંમતનગર દ્વારા ચેસની રમત પ્રત્યે પ્રોત્સાહન આપવા દીપ મેમોરિયલ ચેસ ટુર્નામેન્ટનું આયોજન રોટરી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૪૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં અંડર ૬૦ કેટેગરીમાં ૪૦ સ્પર્ધકો અને ઓપન કેટેગરીમાં ૬૦ તથા ૪૦ મહિલા સ્પર્ધકોએ મહિલા કેટેગરીમાં ભાગ લીધો હતો. રોટરી ક્લબ હિંમતનગર દ્વારા વિજેતાઓને ટ્રોફી અને રોકડ રકમના પુરસ્કાર આપવામાં આવ્યા. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રોટે. અમૃત પુરોહિત – પ્રમુખ, રોટે. રમેશ પટેલ મંત્રી, રોટે. મેહુલ કોઠારી ટ્રેનર અને રોટે.જીગર જયસ્વાલ પ્રોજેક્ટ ચેરમેન, રોટે.ડૉ. સંજય વેદિયા આસિસ્ટન્ટ ગવર્નર, રોટે. ગોપાલસિંહ રાઠોડ, રોટે. પ્રશાંત વ્યાસ, રોટે.રિતેશ પંડ્યા અને સમગ્ર રોટરી પરિવારે ખૂબ જ જેહમત ઉઠાવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *