કેન્દ્ર સરકારના જાહેર સાહસોના વિભાગોના અધિકારીઓ સાથે અનામત નીતિની સમીક્ષા કરતા ડોક્ટર કિરીટભાઈ સોલંકી

ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી ચેરમેન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ ના વડ પણ હેઠળ ભારત સરકારના વિવિધ મંત્રાલયો અને જાહેર સાહસોના ઉચ્ચ સ્તરીય અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ વિભાગો અને જાહેર સાહસો માં અનામત નીતિ ની અમલવારી સરળતાથી થાય તેમજ રિઝર્વેશન અને પ્રમોશન નીતિનો બંધારણીય જોગવાઈઓ મુજબ અમલ થાય તે માટે ની એક સમીક્ષા બેઠક એનેક્ષિ, લોકસભા નવી દિલ્હી ખાતે યોજાઇ હતી.

ડોક્ટર કિરીટભાઈ સોલંકી ચેરમેન અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ એ એક વ્યાપક બેઠક બોલાવીને વિવિધ PSUs (મહારત્ન) માં પ્રમોશન અને સરકારી નોકરીઓમાં અનામત અંગે SC/STના ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી. તેમજ વિવિધ વિભાગ માંથી ઉપસ્થિત રહેલ અધિકારીઓને અનામત નીતિની અમલવારી સુચારું રૂપે થઈ શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જે તે વિભાગોમાં જ્યાં પણ જગ્યાઓ ખાલી હોય કે પ્રમોશન ની ફાઈલો પડતર હોય તેને તાત્કાલિક અસરથી પરિપૂર્ણ કરવા માટે પણ સમિતિના ચેરમેન તરીકે સુચનાઓ આપી હતી.

આજે યોજાયેલી આ બેઠકમાં SC/ST સમિતિના સભ્યો, સંયુક્ત સચિવ દેશરાજ શેખરજી, શ્રી અલી રાજા રીજવી, સચિવ શ્રી ફાઈનાન્સ ( જાહેર સાહસો) , શ્રી પંકજ જૈન, સચિવ શ્રી પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, શ્રી આલોક કુમાર, સચિવ શ્રી ઉર્જા વિભાગ, અનિલ કુમાર જૈન, સચિવ શ્રી કોલ ઈન્ડિયા, શ્રી અરૂણ ગોયેલ, સચિવ શ્રી હેવી ઇન્ડસ્ટ્રીઝ, અભિજીત નરેન્દ્ર, સંયુક્ત સચિવ શ્રી સ્ટીલ વિભાગ, શ્રી નલિન સિંઘલ ,CMD BHEL અરુણકુમાર સિંઘ CMD BPCL, શ્રી પ્રમોદ અગ્રવાલ CMD કોલ ઈન્ડિયા, શ્રી મનોજ જૈન,CMD GAIL, શ્રી પુષ્પ કુમાર જોષી,CMD HPCL, શ્રી શ્રીકાંત માધવ વૈધ,CMD IOCL , શ્રી ડી.કે.પટેલ, ડાયરેક્ટર (હ્યુમન રિસોર્સ) NTPC, શ્રીમતી ડોક્ટર અલકા મિત્તલ, CMD ONGC, શ્રી રવિન્દ્ર સિંઘ ધિલ્લોન,CMD પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, શ્રી કે. શ્રીકાંત,CMD પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, શ્રી સોમા મોડલ , ચેરમેન સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM