
સમગ્ર દેશને રાષ્ટ્રધ્વજ બનાવી પહોંચાડે છે . સુરત શહેર


મોજ – મસ્તી અને ખાન – પાનના શોખીન સુરતીઓ રાષ્ટ્રભકિતમાં પણ અગ્રેસર





ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ” આઝાદીકા અમૃત મહોત્સવ ” ની ઉજવણી કરવામાં આવી રહી છે . અને આ આઝાદીકા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા સપ્તાહ ” ‘ ‘ દરમ્યાન હર ઘર તિરંગા ” કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સંદર્ભે તા .૦૪ / ૦૮ / ૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્યના માન . મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી ‘ ‘ તિરંગા પદયાત્રા ‘ કરવામાં આવેલ . આ કાર્યક્રમ પ્રસંગે માન . મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમના સ્થળ પાસેથી સ્ટોલ ઉપરથી ડિજિટલ પેમેન્ટ કરી રાષ્ટ્રધ્વજ ખરીદી ડિજિટલ ઈન્ડિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપી અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા . ત્યારબાદ માન . મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ફુલ અને મોમેન્ટો વડે સ્વાગત કરવામાં આવેલ . આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા માન . મંત્રી ( રા.ક. ) રમત , ગમત , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ , સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન , બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ , ગૃહ રક્ષણ દળ અને ગ્રામ રક્ષક દળ , નાગરિક સંરક્ષણ , નશાબંધી , આબકારી , જેલ , સરહદી સુરક્ષા ( તમામ સ્વતંત્ર હવાલો ) , ગૃહ અને પોલીસ હાઉસીંગ , આપત્તિ શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે સમગ્ર દેશમાં ” હર ઘર તિરંગા ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે . આઝાદીના ૭૫ વર્ષ થયા પછી ફરી એકવાર સમગ્ર દેશમાં આઝાદીનો માહોલ સુરત – ગુજરાતમાં નજરે ચડી રહયો છે . હર ઘર તિરંગા અભિયાન
અંતર્ગત તા .૧૩ ઓગષ્ટ ૨૦૨૨ થી તા .૧૫ ઓગષ્ટ -૨૦૨૨ સુધી સમગ્ર ભારત દેશમાં રાષ્ટ્રધ્વજ લેહરાશે અને આજે આ ગુજરાતનો રાજયવ્યાપી કાર્યક્રમ સુરત શહેર થી પ્રારંભ કરવામાં આવ્યો છે . સુરતની ધરતી પર રાષ્ટ્રધ્વજ ખુબજ આદરપુર્વક તૈયાર કરી કરોડો દેશવાસીઓ સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવેલ છે . વધુમાં તેઓએ રાષ્ટ્રધ્વજ કોઈપણ વ્યકિત પાસેથી ભેટમાં ન સ્વીકારી પોતાની બચત થી સ્વભાનભેર રાષ્ટ્રધ્વજ ખરીદે એવી અપીલ કરી હતી . આ કાર્યક્રમ પ્રસંગે માન.સંસદસભ્ય શ્રી સી.આર.પાટીલે તેમના ઉદ્બોધનમાં જણાવ્યુ કે આજે જે સહજતાથી આપણે સૌ આ રાષ્ટ્રધ્વજ લહેરાવીએ છે . તે સહજતાથી રાષ્ટ્રધ્વજ લહેરાવવાની આઝાદી આપણને નથી મળી . આપણા સૌ પુવર્ણોએ અને વીરોની શહીદીને લીધે તથા ખુબ જ જહેમતથી આ આઝાદી આપણને મળેલ છે . માન . વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ‘ હર ઘર તિરંગા ‘ અભિયાન અંતર્ગત દેશના દરેક ઘરે ઘરે આ રાષ્ટ્રધ્વજ પહોંચે એ માટે સખત પ્રયત્નો અને વ્યવસ્થા કરી રહયા છે . તથા ગુજરાત રાજયમાં માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૧ કરોડ રાષ્ટ્રધ્વજની વ્યવસ્થા કરી છે . અને સુરત શહેરના દરેક ઘરે રાષ્ટ્રધ્વજ લગાવવાની કલ્પના સાકાર કરવાનો પ્રયત્ન અમે કરી રહયા છે . દરેક નાગરિકોએ સ્વમાનભેર પોતાના ખર્ચે રાષ્ટ્રધ્વજ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ તથા વિદ્યાર્થીઓ પોતાના ઘરે પોતાના બચતના પૈસાથી રાષ્ટ્રધ્વજ ખરીદી પોતાના હાથે રાષ્ટ્રધ્વજ લગાવી તેના વિડિયો – ફોટા સોશિયલ મિડિયામાં મુકે જેથી અન્ય લોકો પણ પ્રોત્સાહિત થાય . સુરત શહેર આખા દેશને રાષ્ટ્રધ્વજ બનાવી પહોંચાડે છે . વધુમાં પહેલા વરસાદ અને સૂર્યાસ્ત પછી રાષ્ટ્રધ્વજ લહેરાવી શકતો ન હતો . રાષ્ટ્રધ્વજ લહેરાવવાના નિયમોમાં ભારત સરકાર તરફથી જરૂરી ફરેફાર કરવામાં આવેલ છે . જેથી હવે દરેક દેશવાસીઓ રાત – દિવસ અને વરસાદમાં પણ રાષ્ટ્રધ્વજ લહેરાવી શકશે . ” ત્યારબાદ માન . મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરહસ્તે ” હર ઘર તિરંગા ” ગીતનું રાજયવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું . આ ગીતને તમામ ઉપસ્થિત રાષ્ટ્રપ્રેમીઓએ ઉમળકાભેર આવકારયું . 1 આ કાર્યક્રમ પ્રસંગે માન.મુખ્યમંત્રી ગુજરાત રાજય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના ઉદ્બોધનમાં જ આપણો દેશમાં ભારત દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં ‘ ‘ આઝાદીકા અમૃત મ ની ઉજવણી કરવામાં આવી રહી છે અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ” હર ઘર તિરંગા ” રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ રાખવામાં આવેલ છે . માન . વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશની એકતા – અંખડિતતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતિક રાષ્ટ્રીય તિરંગાને ઘરે ઘરે લહેરાવવાનું આહવાન કર્યું છે . ગુજરાતમાં આવનારી ૧૩ ઓગષ્ટ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન ૧ કરોડ ઘરો પર રાષ્ટ્રધ્વજ લહેરાશે . સુરત મહાનગરપાલિકાએ રાષ્ટ્ર ભાવના જગાવવા ” હર ઘર તિરંગા ” કાર્યક્રમની વ્યવસ્થા કરી તે પ્રશસનીય છે . સુરતીઓ મોજ – મસ્તી અને ખાન – પાનના શોખીન છે એ જ સુરતીઓ આ પદયાત્રામાં જોડાઈને રાષ્ટ્રભકિતમાં પણ અગ્રેસર છે . આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે તા .૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાય એવી અભ્યર્થના .
” ત્યારબાદ તમામ મંચસ્થ મહાનુભવોએ હર ધર તિરંગા ” અન્વયે પ્રતિજ્ઞા અને ખૂબજ આદરપૂર્વક રાષ્ટ્રગાન કરવામાં આવેલ.ત્યારબાદ ગુજરાત રાજ્યના માન . મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તથા અન્ય માન.મંત્રીગણ અને માન . સાંસદ , માન . ધારાસભ્યશ્રીઓ , પદાધિકારીશ્રીઓ તથા માઉન્ટેડ પોલીસ , પોલીસ બાઈક વીથ સાયરન , ફાયર બાઈક વીથ સાયરન , સાયકલીસ્ટ , મિડીયા , વી.વી.આઈ.પી. , ૧૫ બાળકો , પોલીસ બેન્ડ , પોલીસ પ્લાટુન નં .૧ ( પુરૂષ ) , કેરાલા ગ્રુપ , શારદાયતન સ્કુલ , ફાયર સ્કુલ , ફાયર પ્લાટુન , એસ.વી.પી.સ્કુલ , પોલીસ પ્લાટુનનં.ર , એન.સી.સી , લેંસર આર્મી સ્કુલ , બંગાળી ગૃપ , પોલીસ પ્લાટુ નંગ -૦૫ , એ.સી.લાપસીવાલા સ્કુલ , ફાયર પ્લાટુન , ડી.આઈ.દાદરવાલા સ્કુલ , રાજસ્થાન ગૃપ , એન.વાય.કે ગ્રુપ , ગેઈલ ઈન્ડિયા પ્રા . લી . , સુમન હાઈસ્કુલ -૧૪ , પોલીસ પ્લાટુન નં .૦૭ , એન.એસ.એસ ગ્રુપ , એલ.પી.સવાણી સ્કુલ , મહારાષ્ટ્ર ગ્રુપ , કે.પી.સંધવી સ્કુલ , પ્રેસીડન્સી સ્કુલ , એન.સી.સી.પ્લાટુન , તમીલ ગૃપ , એ.એમ.એન.એસ . ઈન્ડિયા હજીરા , પી.પી . સવાણી સ્કુલ , પોલીસ પ્લાટુન ન .૦૪ ( ટ્રાફિક પુરૂષ ) , રીલાયન્સ ફાઉન્ડેશન ગ્રુપ , યુ.પી . ગ્રુપ , હોમગાર્ડ પ્લાટુન નં .૦૯ , ન્યુ . મોર્ડન સ્કુલ , રમત ગમત વિકાસ ઓફિસ ટ્રેનર્સ , પોલીસ પ્લાટુન નં .૦૩ , ક્રિષ્કો હજીરા , ૨ યાન ઈન્ટરનેશનલ સ્કુલ , પોલીસ પ્લાટુન નંગ -૧૦ , સાર્વજનિક સ્કુલ લિબાંયત , એસ.ડી.જૈન સ્કુલ , ઓડીસા ગૃપ , એસ.એચ. ગજેરા સ્કુલ , પોલીસ પ્લાટુન નં . ( મહિલા ) , સુમન હાઈસ્કુલ નં . , રીલાયન્સ ઈન્ડસ્ટ્રીસ લીમીટેડ , એલ.પી.સવાણી રીવેરા સાઈડ સ્કુલ તથા સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન દીઠ -૫૦૦ કર્મચારીઓ સહિતના ગૃપના આશરે ૧૪૧૪૪ રાષ્ટ્રપ્રેમીઓએ લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમથી કારગીલ ચોક સુધી તિરંગા પદયાત્રા ‘ ‘ કરી રાષ્ટ્રભકિતનો સંદેશો પાઠવ્યો . ” ” આ કાર્યક્રમમાં માન . મંત્રી માર્ગ અને મકાન , વાહન વ્યવહાર , નાગરિક ઉડ્ડયન , પ્રવાસન અને યાત્રાધામ શ્રી પૂર્ણેશભાઈ મોદી , માન.મંત્રી , નાણા , ઉર્જા , પેટ્રોકેમિકલ્સ અને પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ , માન . મંત્રી ( રા.ક. ) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ શ્રી વિનોદભાઈ મોરડીયા , માન.મંત્રી ( રા.ક. ) , કૃષિ , ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્રી મુકેશભાઈ પટેલ , માન . પ્રભારી મંત્રી શ્રી પ્રદીપસિંહ વાધેલા , માન . જનરલ સેક્રેટરી શ્રી રત્નાકરજી , માન . ધારાસભ્ય શ્રી કિશોરભાઈ કાનાણી , માન . ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ , માન . ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ , માન . ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલ , માન . ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ધોધારી , માન . ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાવડીયા , માન.મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા , માન . ડે . મેયર શ્રી દિનેશભાઈ જોધાણી , માન.મ્યુ . કમિશનર શ્રી બંછાનિધિ પાની , માન . કલેકટર શ્રી આયુષ ઓક , માન . પોલીસ કમિશનર અજય તોમર , માન . નેતા , શાસકપક્ષ શ્રી અમિતસિંગ રાજપૂત , માન . દંડક શ્રી વિનોદભાઈ પટેલ , માન.વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ , માન.મ્યુ . સદસ્યશ્રીઓ , મ્યુ સદસ્યશ્રીઓ , મિડીયાના મિત્રો તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ તથા અન્ય રાષ્ટ્રપ્રમીઓ ઉપસ્થિત રહયા હતા .

