સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ ની બી.સી.એ. કોલેજ દ્વારા  હર ઘર તિરંગા અભિયાન ને સહયોગ

સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ  સલગ્ન શ્રી સી.જે.પટેલ કોલેજ ઓફ કોમ્પુટર સ્ટડીજ બી સી એ કોલેજ અને  એન.એસ.એસ વિભાગ દ્વારા તા. 4-8-2022 ના રોજ હર ઘર ત્રિરંગા અભિયાન અને  આઝાદી કા અમૃત મહોત્સવ માં વિધ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. આગામી ૧૫  ઓગસ્ટ ના રોજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતી  અને વિસનગર માં આવેલ સાંકળચંદ  પટેલ યુનિવર્સિટિ ના આગવા આયોજન સ્વરૂપે બી સી એ કોલેજ ના  એન.એસ.એસ ના ૫૦ થી વધુ વિધ્યાર્થીઓ એ દેશભક્તિ ના ભાગ રૂપે  ભારત દેશ નો રાષ્ટ્રધ્વજ બનાવી  પોતાનો દેશપ્રેમ પ્રદશિત કર્યો હતો. આ દેશવ્યાપી અભિયાન ને સફળ બનાવવા કોલેજ ના એન.એસ.એસ કો-ઓર્ડિનેટર પ્રો. યોગેશ પટેલ એ વિધ્યાર્થીઓ ને પ્રેરિત કર્યા હતા. સાથે યુનિવર્સિટિ ના પ્રેસિડેંટ શ્રી પ્રકાશ પટેલ સાહેબ અને કોલેજ ના પ્રિન્સિપાલ ડો અભિજીતસિંહ જાડેજા દ્વારા  દરેક વિધ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *