સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ મલ્ટી-ડીસીપ્લીનરી એન્જીનીયરીંગ કોન્ફરન્સ નો  શુભારંભ

સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ શ્રી પ્રકાશભાઇ પટેલના નેતૃત્વ અને પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહના માર્ગદર્શન હેઠળ સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે AICTE Sponsored ઇન્ટરનેશનલ મલ્ટી-ડીસીપ્લીનરી એન્જીનીયરીંગ કોન્ફરન્સનું આયોજન તા. ૦૪, ૦૫ અને ૦૬ ઓગષ્ટ ૨૦૨૨ના રોજ કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ ટેકનોલોજી અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં સંશોધનકર્તા, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનોપાર્જનના આશય સાથે એક મંચ પુરો પાડવાનો છે.

        આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સોમાલીયા એમ્બેસીના વડા શ્રીમાન અબ્દીફતાહ નુર, મુખ્યવક્તા તરીકે માહ્સા યુનિવર્સિટી, મલેશીયા ના ડાયરેકટર ડૉ. ઇમાન ફારસ્ચી, માનનીય મહેમાન શ્રી સુદીપ ગુપ્તા, એસેટ મેનેજર, ઓનજીસી, મહેસાણા તથા પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહ અને પ્રિન્સિપાલ ડૉ. સંતોષ શાહ તથા ડેલિગેટસ અને સ્ટાફ મેમ્બર્સ ઉ૫સ્થિત રહ્યા. દરેક વક્તાઓ દ્વારા કોન્ફરન્સ માં  ડેલિગેટસ ને આઈડિયા અને સંશોધન દ્વારા  દેશ ની ઉન્નતિ માં સહયોગ આપવા માટે પ્રોત્સાહન આપ્યું. ત્રણ દિવસ ચાલનારી આ કોન્ફરન્સ ની વિગતવાર માહિતી ડૉ.અભિજીતસિંહ પરમાર (કો-ઓર્ડીનેટર) દ્વારા આપવામાં આવેલ.

        આ ૫રિસંવાદમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી અંદાજીત ૧૦૦ જેટલા તેમના સંશોધનકર્તાઓ ભાગ લઇ રહ્યા છે, જેઓ અલગ અલગ ૧૫ ક્ષેત્રે પોતાના સંશોધનપત્રો સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે યોજાનારી કોન્ફરન્સમાં રજુ કરશે. આ સિવાય આધુનિક ટેકનોલોજી જેમ કે AR-VR અને 3D પ્રિન્ટીંગના સંબંધિત પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM