“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ મહેસાણા જિલ્લાના પોસ્ટ વિભાગે 25000 થી વધુ ફ્લેગ નું વિતરણ કર્યું.

રિપોર્ટ… ડેવિડ પટેલ.

આઝાદીના 75 વર્ષ પૂરા થયા તેના ભાગ રૂપે અમૃત મહોત્સવ મનાવવાના “હર ઘર તિરંગા” 13 થી 15 ઓગસ્ટ ના કાર્યક્રમ પ્રમાણે મહેસાણા જિલ્લામાં પબ્લિક નો અતિશય આનંદ દેખાઈ રહ્યો છે.ફ્લેગ લેવા માટે રીતસરની પડાપડી થઈ રહી છે.જે જગ્યા એ થી ફ્લેગ નું વિતરણ થાય છે તે જગ્યા મહેસાણા મેઈનપોસ્ટ ઓફીસ. તેમના હેડ પોસ્ટ માસ્ટર શ્રી એચ. કે. પટેલ સાહેબ ને મળતા માહીતી આપી કે આ અભિયાન હેઠળ અમે 25000 થી પણ વધારે ફ્લેગ લોકોને પહોંચાડવા પ્રયત્ન કર્યા છે .ઓનલાઇન પણ અમે લોકોને ફ્લેગ પહોંચાડ્યા છે. તેમજ રજાના દિવસે પણ પોસ્ટ ઓફિસ ને કાર્યશીલ રાખીને ફ્લેગ વિતરણનું કાર્ય અમે હાથ ધરેલ છે .તેમ જ આ કાર્ય 14 તારીખ સુધી અમે ચાલુ રાખશું. લોકો ની ફ્લેગ લેવા માટે ની ડીમાન્ડ ખૂબજ છે. હજારો ફ્લેગ આવતાની સાથે ફટાફટ વિતરણ થઈ જાય છે.આર. પી.ગોસ્વામી સાહેબ અને અતુલભાઈ સાહેબે કહ્યું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના આહવાન ને અમારા પોસ્ટ વિભાગ ના હરેક કર્મચારીઓ એ ખુબજ લગન થી દેશદાઝ ની ભાવના સાથે ઉપાડી લીધું છે. દરેક કર્મચારી વધુ માં વધુ ફ્લેગ નું વિતરણ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.. અમે વધુ માં વધુ ટાર્ગેટ સાથે હર તિરંગા.. ને ઘેર ..ઘેર સુધી પહોંચાડવા પ્રયત્નશીલ રહીશું. તેમને વધુ માં જણાવ્યું કે અમને પણ દેશસેવા કરવા નો અવસર મલ્યો છે.. ફરી થી કાંઈ આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી થવાની છે દરેક ભારતીયે આ મહોત્સવ માં જોડાવવું જોઈએ. અમે 50,000 થી પણ વધારે ફ્લેગનું વિતરણ થાય તેવું નક્કી કરેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *