‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે તિરંગા વિતરણ કર્યું.

સેક્ટર-૨, શોપિંગ સેન્ટર સ્થિત વોર્ડ નં.૯ના ભાજપ કાર્યાલય ખાતે યોજાયો કાર્યક્રમ.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન આનુસાર સમસ્ત નગરજનોને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈને આઝાદીના અમૃત પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા અપીલ કરતા ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં બાઈક રેલી સ્વરૂપે તિરંગા યાત્રા યોજાઈ.

મહાનગર ભાજપા સંગઠનની બહેનો અને મહિલા કોર્પોરેટરોએ શ્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી.

મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડૅ. પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, પૂજ્ય પી.પી.સ્વામીજી ઉપરાંત સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન આનુસાર આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશના પ્રત્યેક ઘર, કચેરી, ઓફીસ પર નાગરિકો રાષ્ટ્રધ્વજ લહેરાવવા જઈ રહ્યા છે ત્યારે આજરોજ ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના સેક્ટર-૨, શોપિંગ સેન્ટર સ્થિત વોર્ડ નં.૯ના ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી તિરંગા વિતરણ કર્યું અને બાઇક રેલી સ્વરૂપે આયોજિત તિરંગા યાત્રામાં જોડાયા. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સમસ્ત નગરજનોને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈને આઝાદીના અમૃત પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, ડૅ. પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, પૂજ્ય પી.પી.સ્વામીજી ઉપરાંત સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૧ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આજરોજ મહાનગર ભાજપા સંગઠનની બહેનો અને મહિલા કોર્પોરેટરોએ શ્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM