આણંદ જિલ્લા ના વિદ્યાનગર માં વિદ્યાર્થીઓ ની વિરાટ તિરંગા રેલી.

રિપોર્ટ : બીના પટેલ

સરદાર સાહેબની કર્મભૂમિ દેશ ભક્તિના રંગે રંગાઈ બાવીસ ગામ વિદ્યાલયના વિદ્યાર્થીઓની ભારત માતાની તસવીર સાથે વિરાટ તિરંગા રેલી યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ દેશના વિવિધ રાજ્યોના લોકોના પરિવેશમાં વિવિધતામાં એકતાના દર્શન કરાવ્યા હતા. વિદ્યાર્થીઓએ નાટકના માધ્યમથી આપની શાન, બાન અને ગૌરવના પ્રતિક એવા તિરંગાને માન સન્માન સાથે લહેરાવ્યા બાદ ઉતારવાનો અનોખો સંદેશ નાગરિકોમાં ફેલાવ્યો હતો. આઝાદી ના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનને આણંદ જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.સરદાર સાહેબની કર્મભૂમિ દેશ ભક્તિના રંગે રંગાઈ છે. આઝાદીના અમૃત પર્વે વલ્લભ વિદ્યાનગર સ્થિત બાવીસ ગામ વિદ્યાલયના વિદ્યાર્થીઓની ભારત માતાની તસવીર સાથે વિરાટ તિરંગા રેલી યોજાઈ હતી.વિદ્યાર્થીઓએ દેશના વિવિધ રાજ્યોના લોકોના પરિવેશમાં વિવિધતામાં એકતાના અનોખા દર્શન કરાવ્યા હતા. આ તિરંગા યાત્રામાં શાળાના ૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ નાટકના માધ્યમથી આપની શાન, બાન અને ગૌરવના પ્રતિક એવા તિરંગા ને માન સન્માન સાથે લહેરાવ્યા બાદ ઉતારવાનો અનોખો સંદેશ નાગરિકોમાં ફેલાવ્યો હતો. આ તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી સરદાર સાહેબની પ્રતિમા પાસે સમાપન થયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *