વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે આવો આપણે સૌ રાષ્ટ્ર વિકાસ માટે સમર્પિત બનીએ -સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમાર

ડભોઇ ખાતે ૭૬માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે કરાવ્યું ધ્વજ વંદન

ઐતિહાસિક પ્રવાસન કેન્દ્ર તરીકે ડભોઈને વિકસાવવાના આયોજનનો આપ્યો સંકેત કર્મયોગીઓનું કર્યું બહુમાન રૂ.૭૧૨ લાખથી વધુ રકમના વિકાસ કામોનો મળશે લાભ

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમારે ઐતિહાસિક ડભોઇ નગર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી.તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને વડોદરા શહેર જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

        તેમણે આઝાદીના જંગમાં માં ભારતીની મુક્તિ માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી તેમણે પ્રધાનમંત્રીશ્રીના અનુરોધને ઉમળકાથી વધાવી લઈને હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘેર ઘેર તિરંગો લહેરાવનારા સૌને અભિનંદન આપ્યા હતા.

        આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે ત્યારે ચાલો આપણે સૌ રાષ્ટ્ર વિકાસ માટે સમર્પિત બનીએ એવું આહવાન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી ભારતીયોની ક્ષમતા અને કૌશલ્યોના સંવર્ધન માટે સંકલ્પબદ્ધ છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાત રાષ્ટ્ર વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે.

        આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત એ રાજ્ય સરકારનો સંકલ્પ છે.ગુજરાત સરકારનું લક્ષ્ય છેવાડાના માનવીનું કલ્યાણ છે.દેશમાં સૌ થી વધુ મૂડીરોકાણ ગુજરાતમાં થઈ રહ્યું છે તેવી લાગણી વ્યક્ત કરતાં તેમણે આરોગ્ય,મહિલા અને બાળ કલ્યાણ,અનુસૂચિત જાતિ કલ્યાણ, કૌશલ્ય અને રોજગારી,ખેડૂત કલ્યાણ,શિક્ષણ જેવા ક્ષેત્રોમાં વિકાસ આયોજનો ની વિગતવાર જાણકારી આપી હતી.

        તેમણે રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ સલામતીની જાળવણી માટે પોલીસ કર્મયોગીઓને હૃદયથી બિરદાવ્યા હતા.ડભોઈને ઐતિહાસિક પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જાણકારી આપતા તેમણે ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં ધાર્મિક ઐતિહાસિક સ્થળોમાં પ્રવાસન સુવિધાઓના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે.

        તેમણે ડભોઇને ભક્ત દયારામની નગરી તરીકે ઓળખાવી તેના અમૂલ્ય સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનો સગર્વ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રીની તાજેતરની વડોદરાની મુલાકાત રૂ.૨૧ હજાર કરોડના વિકાસ કામોની સૌગાદ બની રહી.વડોદરા જિલ્લામાં ૫.૮૭ લાખથી વધુ લોકો આયુષ્માન કાર્ડ થી આરોગ્ય રક્ષા કવચનો લાભ લઈ રહ્યાં છે.કેશ ક્રેડીટ કેમ્પો દ્વારા મહિલા સ્વ સહાયતા જૂથોને ૩૨૨ લાખનું ધિરાણ તેમને આત્મ નિર્ભરતા તરફ લઈ જશે.

        તેમણે જિલ્લામાં જળ સંચય માટે અને આઝાદીના અમૃત પર્વ ને યાદગાર બનાવવા ૭૫ અમૃત સરોવરના નિર્માણના આયોજન તેમજ ઘેર ઘેર ૧૦૦ ટકા નળ જોડાણ માટે  જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા.

        તેમણે ઉત્તમ કામગીરી માટે વિવિધ સરકારી વિભાગોના કર્મયોગીઓને પ્રમાણપત્ર પ્રદાન કરીને સન્માન્યા હતા અને સ્થાનિક ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા સાથે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં મેઘાણી સવા શતાબ્દીના ભાગરૂપે મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ કર્યું હતું.  સૌ મહાનુભાવોએ કોલેજ પ્રાંગણમાં છોડવા રોપ્યા હતા. રૂ.૭૧૨ લાખથી વધુ રકમના વિકાસ કામોની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી કલા જૂથોએ દેશભક્તિ પ્રેરક સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી સૌની પ્રશંસા મેળવી હતી  પરેડના નિરીક્ષણમાં કાર્યકારી જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ અને જિલ્લા પોલીસ વડાશ્રી અનુપમ આનંદ જોડાયા હતા.

        ડભોઇના વિકાસ સંકલ્પી ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા, જિલ્લા પંચાયત સમિતિ અધ્યક્ષ શ્રી અશ્વિન પટેલ,જિલ્લા પક્ષ અધ્યક્ષ તથા પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો,નગર પાલિકા પદાધિકારીઓ,અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

     

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM