ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિતે શ્રી બલવંતસિંહ રાજપુત પૂર્વ ચેરમેન જીઆઇડીસી ગુ.રા. ના હસ્તે તિરંગો ફરકાવામાં આવ્યો

સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે ૧૫ મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિતે અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શ્રી બલવંતસિંહ રાજપુત પૂર્વ ચેરમેન જીઆઇડીસી ગુ.રા. ના હસ્તે તિરંગો ફરકાવામાં આવ્યો હતો અને ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી. સાહેબેશ્રી દ્વારા ઉદબોધનમાં તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ બલિદાનના કારણે જ આપણને વર્ષો પછી બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી છે તેમ જણાવ્યું હતું અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ ના સફળ આયોજનો થકી દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપડે સોંવ “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના સંકલ્પને સિદ્ધ કરીએ. તેમજ સ્વતંત્રતા દિવસના આ શુભ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ વિધાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીત-સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, અશ્વ સવારી માર્ચ વગેરે જેવા કાર્યક્રમો યોજાયો હતો. આ પર્વમાં સિનીયર સીટીઝન આગેવાનો શ્રી નવીનભાઈ મોદી, બાબુભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ દરજી, શ્રી પ્રહેલાદભાઈ પટેલ, શ્રી જસુભાઇ પટેલ, શ્રી જે.ડી.પટેલ, શ્રી અકીલ સેયદ સાહેબ, શ્રી હેમુજીભાઈ તેમજ યુનીવર્સીટી ના તમામ સ્ટાફ, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *