અગ્નિ પથ યોજના સારી છે અને ભારતીય સેનામાં પ્રવેશનો મંચ પૂરો પાડે છે:મેજર જનરલ અરવિંદ કપૂર

જેઓ પોતે એન.એન.સી.કેડેટ હતા એવા વડાપ્રધાનશ્રી એન.સી.સી.માટે સૌ થી મોટો પ્રેરણા સ્ત્રોત:મેજર જનરલ અરવિંદ કપૂર…

ગુજરાત એન.સી.સી.ના એડીજી એ વડોદરા ખાતેના NCCગ્રુપ હેડ ક્વાર્ટર ની વાર્ષિક નિરીક્ષણ મુલાકાત પ્રસંગે માધ્યમો સાથે કર્યો સંવાદ…

ગુજરાત એન.સી.સી.ના વડા મેજર જનરલ અરવિંદ કપૂરે સેના પ્રવેશની નવી અગ્નિ પથ યોજનાનેઆવકારતા જણાવ્યું કે આ યોજના સેનામાં પ્રવેશ માટેનો મંચ પૂરો પાડે છે.

ગુજરાત અને દાદરા,નગર હવેલી અને દીવના એન.સી.સી.ના અધિક મહા નિયામક ( એ.ડી.જી.) શ્રી કપૂરે આજે વડોદરા ખાતેના NCCગ્રુપ હેડ કવાર્ટર ની વાર્ષિક નિરીક્ષણ મુલાકાત સમયે માધ્યમો સાથે સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી પોતે તેમના વિદ્યાર્થી કાળમાં એન.સી.સી.કેડેટ રહ્યાં છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે તેઓ અમારા સૌ થી મોટા પ્રેરણા સ્ત્રોત છે અને રાષ્ટ્રીય સ્તરે અમને તેમના તરફ થી ખૂબ પ્રોત્સાહન અને પીઠબળ મળી રહ્યું છે.અમે એન.સી.સી.દ્વારા ભવિષ્યના નેતૃત્વનું ઘડતર કરીએ છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓ ને શિક્ષણ ની સાથે એન.સી.સી.સાથે જોડાવા આહવાન કર્યું હતું.

તેમણે વડોદરા ખાતેના એન.સી.સી.ગ્રુપની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે હંમેશા અમારી પ્રવૃત્તિઓ ને ટેકો આપ્યો છે અને ખાસ કરીને  ગુજરાતના રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી એ છેલ્લા એક વર્ષમાં ખૂબ જ પીઠબળ આપ્યું છે. તેમણે સંકેત આપ્યો કે ગુજરાત સરકારના સહયોગ થી જાન્યુઆરીમાં એક મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના માટે તેઓ સુરત અને દાંડીની મુલાકાત પણ લેવાના છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM