૨૫ ઓગસ્ટે યોજાનારા મહામહિમ રાજ્યપાલના સેમીનારને અનુલક્ષીને આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ

પંચમહાલ કલેકટર શ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓ અંગે બેઠક યોજાઇ

કમલમ ન્યુઝ પંચમહાલ જતીન સોની

ઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તારીખ ૨૫ ઓગસ્ટના રોજ રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમા આમ્રકુંજ, નારાયણ આઇ હોસ્પિટલ, તાજપુરા તાલુકો હાલોલ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ કાર્યક્રમ યોજાશે. આ સાથે મહામહિમ રાજયપાલ શ્રી દ્વારા ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસ હાલોલ ખાતે યુનિવર્સિટી ભવનનું ખાતમુહૂર્ત કરશે. તો આ અંગે પંચમહાલ કલેકટર શ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન ગોધરા કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીગણો સાથે આગોતરા આયોજન અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે મહામહિમ રાજ્યપાલની આ મુલાકાત સંદર્ભે જિલ્લાના તમામ અધિકારીઓએ પરસ્પર સંકલન કરી પ્રોટોકોલ મુજબ સુચારુ આયોજન થાય એ માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવાની રહેશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સ્ટોલ ઊભા કરશે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ સહિત તમામ સબંધીત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM