
કેશોદના બાલાગામમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ સંપન્ન
– અવનવા પ્નયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા.
– ગ્રામજનોને જ્ઞાન–વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું.
– વિજ્ઞાન જાથાનો ૧૦,૦૦૩ મો કાર્યક્રમ સફળતાથી સંપન્ન.
અમદાવાદ : જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામમાં સમસ્ત ગ્રામજનોમાં અંધશ્રદ્ધા નિવારણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. ભારતમાં શિક્ષિત લોકોની અંધશ્રદ્ધાનો પ્નચાર–પ્નસાર ખતરનાક, ભયાનક સાબિતી તરફ જઈ રહ્યો છે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જાથાનો ૧૦,૦૦૩ મો કાર્યક્રમમાં ગ્રામજનોને જ્ઞાન–વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું હતું.
સ્વાગત પ્નવચન–પરિચય પ્નબુધ્ધ જિજ્ઞાષુ અજયભાઈ જે. વ્યાસ આપી શ્રદ્ધા, અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખાની વાત મુકી હતી. અંધશ્રદ્ધાને દેશવટો આપવાની તાતી જરૂરીયાત છે. માનવીનું વર્તન–વ્યવહાર ર૧ મી સદીને અનુરૂપ હોવું જોઈએ.
વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ગામના ઉપસરપંચ બાવનજીભાઈ કુંભાણી, લખમણભાઈ વાઢિયા, હરેશભાઈ પટોળીયા, અમીતભાઈ વ્યાસ, અજયભાઈ જે. વ્યાસ, કાંતિભાઈ ચુડાસમા, ભીખુભાઈ મોકરીયા, ધવલભાઈ વ્યાસ, હિતેનભાઈ વ્યાસ, હિતેષભાઈ રાઠોડ, રાજેશભાઈ ડાભી, આગેવાનોએ હાજરી આપી હતી.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે માનવીનું વર્તન,વ્યવહાર, કર્મ ર૧ મી સદીને અનુરૂપ હોવું જોઈએ. પુરુષાર્થ, વાસ્તવવાદ, વિજ્ઞાનને અનુસરવાથી મહત્તમ ફાયદા મળે છે. માનવ ધર્મ, રાષ્ટ્ર ધર્મની જયોત ઘરે ઘરે પ્નજ્વલ્લીત કરવા જાથા લોકચળવળ ચલાવે છે. આજે ભારતમાં કહેવાતો સુધરેલ વર્ગ, ઉજળીયાત વર્ગ, આર્થિક સંપન્ન લોકો અંધશ્રદ્ધામાં ફસાયો છે તેનાથી બહુધા સમાજ નિરીક્ષણ કરતાં જાણે–અજાણે તે પણ અંધશ્રદ્ધામાં ફસાય છે તે બહાર નીકળી શકતો નથી. આર્થિક નબળા અને મધ્યમ વર્ગના લોકોને પાયમાલી સિવાય કશું જ મળતું નથી. કહેવાતો ઉજળીયાત વર્ગ મોટા સમાજને ગુમરાહ કરી ખોટા અનુકરણ તરફ લઈ જવાનું દુષ્કૃત્ય કરે છે. જાથાના સર્વે મુજબ શિક્ષિત લોકોની અંધશ્રદ્ધા તરફની દોટ દેશ માટે નુકશાનકારક છે.
વધુમાં પંડયાએ જણાવ્યું કે શિક્ષિતો અને વિજ્ઞાન શિક્ષકોનો અભ્યાસ કરતાં મોટાભાગના અંધશ્રદ્ધાળું હોવાનું ફલિત થયું છે. ઉગતા ભવિષ્યને ખોટી સમજ આપે છે. વિજ્ઞાન શિક્ષકની અંધશ્રદ્ધા અને જાહેર પ્નદર્શન સમાજ માટે જોખમરૂપ સાબિત થયું છે. ધર્મ કે પોતાની માન્યતા અંગત બાબત છે. બાહ્ય દેખાડો કરવાની જરૂર નથી. શિક્ષકો પોતે જે માનતા હોય તેનું પ્નદર્શન કરતાં હોય છે જે દુ:ખદ છે. મોટા ભાગના શિક્ષકો ધર્મની બાબતમાં ચકાસણી વગર જ માનતા હોય છે. તર્કને પ્નાધાન્ય આપતા નથી. પોતાના ખિસ્સામાં ટચ સ્ક્રીન મોબાઈલ, સ્માર્ટ ફોન હોય આખી દુનિયા મુઠ્ઠીમાં હોય ત્યારે તે શિક્ષક વિશ્વ નાગરિક બની જાય છે. તેને જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્નદાયના વાડા સો યોજન દૂર હોવો જોઈએ. પરંતુ તેવું જોવા મળતું નથી. કોઈપણ સમાજ પરિવર્તનના મોટામાં મોટા વાહકો શિક્ષકો છે. સીધી કે આડકતરી રીતે તેઓ બાળકો, વિદ્યાર્થીઓના મગજ ઉપર વર્ચસ્વ ધરાવતા હોય છે. સમાજમાં અનેક પ્નકારના દુષણમાં શિક્ષક જવાબદાર કે નહિ ? જો શહેર કે સમાજમાં હિંસા, બળાત્કાર, અપહરણ, કોમી દંગલો થાય તો કાયદાની ¹ષ્ટિએ પોલીસ વડાની જવાબદારી થાય છે તેવું માનીએ છીએ. સમાજ ખરાબ રસ્તે જતો હોય તે જવાબદારી કોની ? બાળક, વિદ્યાર્થીને નાનપણથી જ વિવેકબુદ્ધિની સમજ આપવી જોઈએ. વિપરીત પરિસ્થિતિ માટે પોતે જવાબદાર છે તેના કારણો શોધવા જોઈએ, વિગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વિશેષમાં જયંત પંડયાએ જણાવ્યું કે જાથા દેશભરમાં લોકચળવળ ઉભી કરી જ્ઞાતિ–જાતિના વાડા દૂર કરવા મથામણ કરે છે. હું ભારતીય, હિન્દુસ્તાની ઓળખ ઉભી કરવાનો સમય પાકી ગયો છે. જ્ઞાતિના વાડાનું દુષણ વધતું જાય છે તે એકતા, અખંડિતા માટે ભયાનક છે. આજે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે હરિફાઈ જોવા મળે છે. સકારાત્મક હરિફાઈ આવકારદાયક છે. માનવીની ચમત્કારિક પ્નિય અભિગમના કારણે શારીરિક, માનસિક, આર્થિક નુકશાની જ મળવાની છે. ધાર્મિક નેતાઓને પોતાના સંપ્નદાય, તેના હિતમાં જ કાર્યો કરી સમાજનું શોષણ કર્યું છે. હવે જાગવાની જરૂર છે. મુઠ્ઠીભર ધાર્મિક નેતાની ચુંગાલમાં કરોડો લોકો ફસાયા છે તેમાંથી બહાર કાઢવા જાથા ગામેગામ વૈજ્ઞાનિક સમજ આપે છે. જાથાને સફળતા મળી નથી. જેથી જાથા સતત લોકાભિમુખ કાર્યો કરે છે. વિપરીત પરિસ્થિતિનો સતત સામનો કરી કાર્યો કરે છે. ધર્મ, ધાર્મિક નેતા, યેનકેન ઉજવણીઓ, ક્રિયાકાંડો–કર્મકાંડોમાં મોટા રૂપિયાનું દાન આપવામાં આવે છે. જાથા ૩ર વર્ષથી કામ કરે છે. લોકોને વિજ્ઞાન પ્નવૃત્તિમાં દાન આપવું તે શીખ્યા નથી કે શીખવા માંગતા નથી. જાથાની પ્નવૃત્તિની માત્ર પ્નશંસા કે રૂચિ દર્શાવી બેઠા રહે છે. શારીરિક કે એકપણ મદદ કરતા નથી તેથી લેભાગુઓ ફાવી જાય છે. જાથાએ કદી ફંડ–ફાળા માટે અપીલ કરી નથી કે આડકતરો લાભ લીધો નથી કારણ માત્ર પ્નથમ જાગૃતતા ઉભી કરી વિજ્ઞાન કાર્ય કરવાનું છે. પોતાનો પરિવાર, સમાજ આર્થિક સંપન્ન કેમ થાય તે જાથા શીખવે છે.
જાથાના પંડયાએ ગ્રામજનોને જણાવ્યું કે ભૂત, પ્નેત, પિશાચ, ડાકણ, ચુડેલ, આસુરી શકિ્, મેલીવિદ્યા, વશીકરણ વિગેરેનું અસ્તિત્વ જ નથી. તેનો ભય–ડર રાખવો જોઈએ નહિ. લેભાગુઓ મનઘડંત વાર્તાઓ ઉભી કરી વર્ષોથી ભ્રામકતા ફેલાવે છે, તેનો ક્રિયાકાંડોની મદદથી લાભ મેળવે છે. વાસ્તવમાં દ્રઢ મનોબળ કેળવવાથી અને તર્કને પ્નાધાન્ય આપવાથી માનવીને લાભ થાય છે. પિતૃ, સુરાપુરા, મૃત્યુ પામેલા કદી નડતા નથી. જીવતા અને નજીકના સગા–સંબંધી, મિત્રો જ નડે છે તેનાથી સાવધાન રહેવા અપીલ કરી હતી. માનસિક નબળા લોકો અનુસરણ કરી પોતાના પગ ઉપર કુહાડો મારે છે. જાથાએ અત્યાર સુધીમાં એક હજાર એકસો બાસઠથી વધુ ધતિંગબાજોનો પર્દાફાશ કર્યો છે. એક ટકો સાચો મળ્યો નથી. ભારતભરમાં વિવિધ ધર્મોના ધાર્મિક સ્થાનોની મુલાકાત લીધી તમામ વેપાર–ઉદ્યોગનું કેન્દ્ર હોય તેમ લોકોનું યેનકેન શોષણ કરતાં નજરે પડયા હતા. જે ભગવાન, ઈશ્વર, અલ્લાહની વધુમાં વધુ નજીક હોવાનો દાવો કરતા હતા, તેને ઈશ્વરીય શકિતનો ભય કે ડર જોવા મળ્યો નથી. તેઓ વધુમાં વધુ શ્રદ્ધાળુઓનો શોષણ–છેતરપિંડી કરતાં જોવા મળ્યા છે. માનવસમાજ પાસે વૈજ્ઞાનિક અભિગમ–¹ષ્ટિકોણ આવે તો સમસ્યાઓ આપોઆપ ભાગી જાય છે કે દૂર કરવાના યત્નો કરે છે. માનવીનું ભાગ્ય–નશીબ પોતાના હાથમાં છે.
પ્નયોગ નિદર્શનમાં એકના ડબલ, હાથમાંથી કંકુ–ભસ્મ–લોહી નીકળવું, બેડી તુટવી, દરગાહની સાંકળ તુટવી, હઝરતમાં જોવું, સંમોહન, હાથ–માથા ઉપર દીવા રાખવા વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવ્યા હતા. ગામના પ્નબુદ્ધ નાગરિક અજયભાઈ વ્યાસે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને દેખરેખ રાખી હતી.
રાજયમાં પોતાના ગામ કે શાળા, છાત્રાલયમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ વિજ્ઞાન જાથા ભવન, ૧, જીવનનગર, રૈયા રોડ, રાજકોટ–૭, મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

