આહવા ડાંગ દરબાર હોલમા પ્રાંત કક્ષાનો ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રા કાર્યક્રમ યોજાયો :

‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રા : જિલ્લો ડાંગ

ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે વિસ વર્ષની વિકાસ ગાથા વર્ણવી :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ-

આહવા: તા: 12 : રાજયભરમા યોજાઈ રહેલા ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત, આજરોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ ડાંગ દરબાર હોલમા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા અંદાજીત રૂ. 10 કરોડ થી વધુના વિકાસ કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવ્યુ હતુ.

‘વિશ્વાસ થી વિકાસ’ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વિજયભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા ઉતરોઉત્તર અનેક વિકાસના કામો થયા છે. રાજ્યની સરકાર દ્વારા આજે તમામ પ્રકારની સુવિધાઓ અને યોજનાઓ લોકો સુધી પહોંચાડવામા આવી રહી છે. અન્ય સમાજની સરખામણીમા આદિવાસી સમાજ વિકાસથી વંચિત ના રહી જાય તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીએ આદિવાસીઓ માટે પ્રયત્નોશીલ વિકાસના કાર્યો કર્યા છે.

ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારમા ઉત્તમ ગુણવત્તા યુક્ત શિક્ષણ, આરોગ્ય, પાણી, રોડ રસ્તાની સુવિધાઓ પુરી પાડવામા આવી છે. ડાંગ જિલ્લાના ખેડૂતો આત્મનિર્ભર બને તે માટે સોલાર પેનલ યુક્ત આશરે 125 કુવાઓની મંજૂરી આપવામા આવેલ છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમા આવેલ રોડ રસ્તાઓ સુવસ્થિત કરવામા આવ્યા છે. તેમજ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ધારાસભ્યશ્રીએ લોકોને અનુરોધ કર્યો હતો.

ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાએ આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના રાજ્ય સરકારને એક વર્ષ પૂર્ણ થતા ‘વિશ્વાસ થી વિકાસ’ કાર્યક્રમ રાજ્યભરમા યોજાઈ રહ્યો છે. આ સરકાર દ્વારા લોકોને જીવન ઉપયોગી તમામ યોજનાઓ પુરી પાડવામા આવી રહી છે. બાળક જન્મે અને રોજગારી મેળવે ત્યા સુધી સરકાર દ્વારા અનેક યોજનાઓ આપી છે.

શ્રી ભાવિન પંડ્યાએ વધુમા જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા આવેલ ગિરિમથકને દેશના સૌથી સારા ગિરિમથક તરીકે વિકસાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. જિલ્લા અને રાજ્યનો વિકાસ સતત થતો રહે તે માટે સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામા આવી રહ્યા છે.

આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કમળાબેન રાઉતે જણાવ્યુ હતુ કે, શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી, લોક ઉપયોગી યોજના અને પારદર્શિતાનો વહીવટ આ સરકારની દેન છે. ગામે ગામ નલ સે જલ યોજના આ સરકારે સાર્થક કરી છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા યોજાયેલ પ્રાંત કક્ષાના ‘વિશ્વાસ થી વિકાસ’ કાર્યક્રમમા કુલ રૂ. 684.5 લાખના 217 કામોનુ ઈ ખાતમુહર્ત તથા રૂ.322.9 લાખના 109 વિકાસ કામોનુ ઈ લોકાર્પણ કરાયુ હતુ. આમ પ્રાંત કક્ષાના ‘વિશ્વાસ થી વિકાસ’ કાર્યક્રમમા ડાંગ જિલ્લાના કુલ રૂ. 1009. લાખ ના 326 વિકાસ કામોની ભેટ મળવા પામી છે.

આ કાર્યક્રમમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગામીત, ત્રણેય તાલુકાના મામલતદારશ્રીઓ, જિલ્લા તાલુકા કક્ષાના પધાધિકારીઓ, આહવા સરપંચ શ્રી હરિચંદ ભોયે, ભાજપ મહામંત્રી શ્રી હરિરામ સાવંત,સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી શ્રી આર.એમ.જાલંધરા એ કર્યું હતુ. જ્યારે આભાર વિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશીએ આટોપી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM