સાંસદશ્રી મિતેષભાઈ પટેલના હસ્તે પેટલાદ ખાતે રૂપિયા ૨.૩૫ કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ – ખાતમુહૂર્ત કરાયું

આણંદ – રિપોર્ટ : બીના પટેલ

:: સમગ્ર રાજયમાં આરંભાયેલ ‘‘વિશ્વાસથી વિકાસ યાત્રા’’ના ભાગરૂપે આણંદ જિલ્લામાં પેટલાદના દંતાલી સ્થિત સ્વામીશ્રી સચ્ચિદાનંદ પાર્ક ખાતે સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સાંસદશ્રી મિતેષભાઈ પટેલના હસ્તે તાલુકાના વિવિધ વિકાસના કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાંસદશ્રીના હસ્તે અંદાજીત રૂપિયા ૧૮૩ લાખના ૧૩૪ કાર્યોનું ખાતમુહૂર્ત જ્યારે રૂ. ૫૨.૬ લાખના ૪૯ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રીશ્રી સી.ડી.પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રદીપભાઈ પટેલ, વિવિધ વિભાગોના પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ, પેટલાદ તાલુકાના પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, સોજીત્રા તાલુકાના પંચાયત પ્રમુખ શ્રીમતી પાર્વતીબેન પરમાર, પેટલાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, સોજીત્રા નગરપાલિકાના પ્રમુખશ્રી રાજુભાઇ પટેલ, તેમજ અગ્રણી સર્વશ્રી વિપુલભાઈ પટેલ, છત્રસિંહભાઈ જાદવ, કમલેશભાઈ પટેલ, નિલેશભાઈ દવે, અલ્પેશભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પરીખ, નયનાબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી, બકુલાબેન પટેલ, હેમંતભાઈ પટેલ અને રમેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *