આહવા ખાતે ‘દિવ્યાંગ સાધન સહાય યોજના’ ના લાભાર્થીઓને ફ્લોરમીલના સાધનો અપાયા

ધારાસભ્યશ્રીએ લાભાર્થીઓને ઘરબેઠા સ્વરોજગારી મેળવવા અપીલ કરી :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૧૨ : દિવ્યાંગજનોને ઘરબેઠા રોજગારી પુરી પાડી શકાય તે માટે અમલી, રાજય સરકારના સમાજ સુરક્ષા વિભાગની ‘દિવ્યાંગ સાધન સહાય યોજના’ અંતર્ગત, આજે આહવા ખાતે કેટલાક લાભાર્થીઓને ફ્લોરમીલ માટેની ઘંટીનુ ધારાસભ્યશ્રીના હસ્તે વિતરણ કરાયુ હતુ.

આહવાના ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે દિવ્યાંગજનોને આ ઘરઘંટીનો ઉપયોગ, સ્વરોજગાર માટે કરવાની અપીલ કરી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જિગ્નેશ ચૌધરીના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામા ચાલુ વર્ષે 'દિવ્યાંગ સાધન સહાય યોજના'ના અંદાજીત ૭૦ જેટલા લાભર્થીઓને રૂ. ૨૦ હજારની યુનિટ કોસ્ટ ધરાવતા વિવિધ સાધનો વિનામૂલ્યે પૂરા પાડી સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત કરવામા આવનાર છે, તેમ જણાવ્યુ હતુ.

આ યોજના અંતર્ગત ફ્લોરમીલના વ્યવસાય માટે ઘરઘંટી, શિવણ માટેના સાધનો, સુથારી કામની કીટ સહિત લાભાર્થીઓની માંગણી મુજબના સાધનો સો ટકા સહાયથી પુરા પાડવામા આવે છે. તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *