પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ગુજરાત પ્રથમ’ના આપેલા વારસાને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગળ વધાર્યો છે. – શ્રી અમિતભાઇ શાહ

આજે ગાંધીનગર લોકસભાના પ્રજાપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરીમામયી ઉપસ્થિતિમાં “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત રાજ્ય કક્ષાના વિકાસ કાર્યોના ઇ ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાઈ

“વિશ્વાસ થી વિકાસ યાત્રા” કાર્યક્રમ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતા, ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાનું પ્રતિબિંબ અને પડાવ સ્થાન હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ

519 જેટલા કાર્યોનું 1180 કરોડના ખર્ચે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે રાજ્યની ભાજપા સરકારને અભિનંદન પાઠવતા શ્રી અમિતભાઇ શાહ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ગુજરાત પ્રથમ’ના આપેલા વારસાને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગળ વધાર્યો છે. – શ્રી અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પણ 346 કરોડના ખર્ચના 170 જેટલા જન કલ્યાણ પ્રકલ્પો ભેટ આપવા બદલ આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરતા શ્રી અમિતભાઇ શાહ

સફળતમ એક વર્ષ પૂર્ણ થવા પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનેકાનેક શુભકામનાઓ અને અભિનંદન પાઠવતા શ્રી અમિતભાઇ શાહ

છેલ્લા આઠ વર્ષમાં ભારતમાં થયેલા 31.3 લાખ કરોડના નિવેશ પૈકી 57% નિવેશ એકલા ગુજરાતમાં – શ્રી અમિતભાઇ શાહ

સુશાસન સૂચકાંક, નીર્યાત સૂચકાંક, ૨૦૨૨ ઉર્જા – જલ વાયુ સૂચકાંક, સ્વાસ્થ્ય – ઉદ્યોગ સૂચકાંક ૨૦૨૨ સહિતના સેક્ટરમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ – શ્રી અમિતભાઇ શાહ

ગુજરાતીઓએ સપનાઓના વેપારને ક્યારેય સ્વીકૃતિ આપી નથી. – શ્રી અમિતભાઇ શાહ

આગામી ચૂંટણીમાં પણ ગુજરાતની જનતાના આશીર્વાદ સાથે ભાજપાની વિકાસની કાર્ય સંસ્કૃતિ વધુ વેગથી આગળ ધપશે તેઓ વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી અમિતભાઇ શાહ

ગુજરાતમાં ર૦ વર્ષનો વિકાસ-સરકાર પરનો જનતાનો ર૦ વર્ષથી અવિરત વિશ્વાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વનું પરિણામ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના મહામારી દરમિયાન આગવું નેતૃત્વ પૂરું પાડી વિશ્વનું સૌથી મોટું નિશુલ્ક રસીકરણ અભિયાન ચલાવી, ગરીબો માટે ભોજન- રાશનની વ્યવસ્થા કરી અને અર્થતંત્રને ગતિમાન પણ રાખ્યું – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

૨૦ વર્ષના સમયગાળામાં ગુજરાતનો જે વિકાસ થયો, લોકોનો ઉત્કર્ષ થયો તે બેજોડ – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગાંધીનગર લોકસભાના પ્રજાપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરીમામયી ઉપસ્થિતિમાં “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત રાજ્ય કક્ષાના વિકાસ કાર્યોના ઇ ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાઈ ગયો હતો. શ્રી અમિતભાઈ શાહે 20 વર્ષના વિકાસ દ્વારા સાધેલા વિકાસની ઉજવણી સંદર્ભે યોજાયેલ આ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધતા જણાવ્યું હતું કે આજે વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત ગુજરાતને હજારો કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ ધરવામાં આવી છે. આ આ કાર્યક્રમ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાનું પ્રતિબિંબ અને પડાવ સ્થાન છે. તેઓએ કહ્યું કે આજે 13 સપ્ટેમ્બરના દિવસે હૈદરાબાદના નિઝામે ભારતમાં વિલીન થવા કરેલ આનાકાની માટે દેશના લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે પોલીસ કાર્યવાહી શરૂ કરી અને 17 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદનું ભારતમાં વિલીનીકરણ થયું ચાર દિવસનો આ સમયગાળો ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલો છે. શ્રી શાહે કહ્યું કે લાહોર જેલમાં અંગ્રેજોના વિરુદ્ધમાં 63 દિવસ સુધી ક્રાંતિકારી શ્રી જતીનદાસે ભૂખ હડતાલ કરી અને આજના દિવસે તેઓએ પ્રાણ ત્યાગ્યો. શ્રી જતીનદાસે આપેલી પોતાના પ્રાણોની આહુતિએ દેશના યુવાનોમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 20 વર્ષ ગુજરાતની જનતાનો ભાજપા પરનો વિશ્વાસ અને 20 વર્ષ ભાજપાએ કરેલા વિકાસને ઉજવવાનો આ દિવસ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષા, પાણી, વીજળી, પર્યટન, કૃષિ, ઉદ્યોગ, ઉર્જા અને સમાજ કલ્યાણ જેવા દરેક ક્ષેત્રમાં પ્રશસ્ત કરેલા વિકાસ માર્ગને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અનેક ગણા વેગથી આગળ ધપાવ્યો છે. તેઓએ કહ્યું કે મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપ્યા બાદ ટીકાકારોએ કરેલી ટિપ્પણીઓને શ્રી ભુપેન્દ્રભાઈ એ તેમના કાર્યો દ્વારા મક્કમતાથી જવાબ આપ્યો છે. કાર્યકર્તા, પાર્ટી અને કાર્યકર્તાઓને સાથે લઈ સેવાનો સંકલ્પ કરે તો સફળતા અચૂક મળતી હોય છે. એક વર્ષમાં ગુજરાતીની પ્રગતિમાં અનેક ઊંચાઈઓ હાંસલ થઈ છે. છેલ્લા દસ વર્ષમાં અર્થ વ્યવસ્થામાં પણ અનેક ઘણી વૃધ્ધિ થઈ છે અને કોરોના કાળ પછી વિકાસ દરને જાળવી રાખવામાં સફળ રહ્યા છીએ. છેલ્લા એક વર્ષમાં 18.14% ઉર્જાનો ગ્રોથ થયો અને ભારતના વિકાસમાં ગુજરાતે સિંહ ફાળો આપ્યો છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતમાં થયેલા 31.3 લાખ કરોડના નિવેશ પૈકી 57% નિવેશ એકલા ગુજરાતમાં આવ્યો છે. શ્રી શાહે કહ્યું કે આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સરકારે કરેલા એમઓયુ થી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મ નિર્ભર ભારત” સંકલ્પને ખૂબ મોટું બળ મળશે. આ માટે શ્રી શાહે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા. 2021 22 માં થયેલા કુલ નીર્યાતમાં 30 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતે સુશાસન સૂચકાંક, નીર્યાત સૂચકાંક સહિતના સેક્ટરમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ૨૦૨૨ ઉર્જા – જલ વાયુ સૂચકાંક, સ્વાસ્થ્ય – ઉદ્યોગ સૂચકાંક ૨૦૨૨ માં પણ પ્રથમ અને કેન્દ્ર સરકારની નલ સે જલ, જન આરોગ્ય યોજના જેવી ફ્લેગશિપ યોજનાઓમાં પણ ગુજરાતે નીતિ આયોગના માપદંડોમાં પ્રથમ સ્થાન નિશ્ચિત કર્યું છે. આ સમગ્ર ઉપલબ્ધિઓ દર્શાવે છે કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ વિકાસની પરંપરાને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મજબૂતાઈથી આગળ વધારી છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી, ડાયમંડ રિસર્ચ પાર્ક, ધોલેરા સર જેવી યોજનાઓ આકાર પામી છે અને આકાર લઈ રહી છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે પણ એક થી ત્રણ માં ગુજરાતે ક્રમાંક જાળવ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત પ્રથમના આપેલા વારસાને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગળ વધાર્યો છે. શ્રી શાહે આજે 519 જેટલા કાર્યોનું 1180 કરોડના ખર્ચે વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા તે માટે રાજ્યની ભાજપા સરકારને અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પણ 346 કરોડના ખર્ચના 170 જેટલા જન કલ્યાણ પ્રકલ્પો ભેટ આપવા બદલ શ્રી શાહે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું કે અમદાવાદ ગાંધીનગર નાગરિકોને ટૂંક સમયમાં મેટ્રો રેલની ભેટ મળવા જઈ રહી છે સાથે સાથે 790 કરોડના ખર્ચે અમદાવાદનું રેલ્વે સ્ટેશન પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું બનશે. શ્રી શાહે જણાવ્યું હતું કે આદર્શ ગ્રામ યોજનામાં પણ ગુજરાતે પ્રથમ સ્થાન અંકે કર્યું છે. ગાંધીનગર સંસદીય ક્ષેત્રના બિલેશ્વરપુરા, રૂપાલ અને કનીપુર ગ્રામ પંચાયતે સમગ્ર દેશમાં એક થી પાંચ ક્રમાંકમાં સ્થાન જાળવ્યું છે. નલ સે જલ યોજનામાં 123 તાલુકાઓના 14,477 ગામોમાં સો ટકા શુદ્ધ પાણીની વ્યવસ્થા સાથે ૧૨ જિલ્લાઓમાં પ્રત્યેક ઘરે પીવાનું પાણી પહોંચી રહ્યું છે. કોંગ્રેસના રાજમાં પ્રવર્તતા કરફ્યુ, રમખાણ, બોમ્બ ધડાકા ભાજપા શાસનમાં ભૂતકાળ બન્યા છે અને આજે ગુજરાત શાંતિ અને સલામતી સાથે સમૃદ્ધિ પથ પર અવિરત આગળ વધી રહ્યું છે. નશાના કારોબાર પર લગામ કસવામાં પણ ગુજરાતે ખૂબ મોટી સફળતા મેળવી છે. શ્રી શાહે સફળતમ એક વર્ષ પૂર્ણ થવા પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનેકાનેક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી શાહે અંતમાં કહ્યું કે ગુજરાતની જનતા ભાજપની સાથે છે અને મોદીજીના નેતૃત્વમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તેઓએ આગામી ચૂંટણીમાં પણ ગુજરાતની જનતાના આશીર્વાદ ભાજપને મળશે અને ભાજપાની વિકાસની કાર્ય સંસ્કૃતિ વધુ વેગથી આગળ ધપશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે ગુજરાતીઓએ ક્યારેય સપનાઓના વેપારને સ્વીકૃતિ આપી નથી. તેઓ હંમેશા વ્યક્તિને અને કાર્યોને ઓળખે છે. આગામી ચૂંટણીમાં પણ ગુજરાતની જનતા ભાજપાને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવી સેવાનું દાયિત્વ સોંપશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ૨૦ વર્ષના સમયગાળામાં ગુજરાતનો જે વિકાસ થયો, લોકોનો ઉત્કર્ષ થયો તે બેજોડ છે. આ ૨૦ વર્ષમાં ગુજરાતે અનેક સિદ્ધિઓ મેળવી છે, અપાર ઉપલબ્ધિઓ મેળવી, અખૂટ વિકાસ કર્યો છે તો સરકારે જનતાનો અતૂટ વિશ્વાસ સંપાદિત કર્યો છે.તેમણે ઉમેર્યું કે, ગુજરાતના આ ૨૦ વર્ષ પ્રાયોરિટી પોલિસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. ગુજરાત સરકારે જન કલ્યાણ અને વિકાસના કામોને હંમેશા પ્રાથમિકતા આપી છે, ગુજરાતને એક પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે, તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક માનાંક અને સૂચકાંકોમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતના પાછલા બે દાયકા એડવાન્સમેન્ટ, એમ્પાવરમેંટ અને ડેવલપમેન્ટને વરેલા રહ્યા છે સરકારે મહિલા, બાળકો, વિદ્યાર્થી, ખેડૂત, ગરીબ, વંચિત, આદિવાસી એવા તમામ વર્ગને વિકાસનો આધાર આપી સશક્ત બનાવ્યા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના મહામારી દરમિયાન દેશને આગવું નેતૃત્વ પૂરું પાડી વિશ્વનું સૌથી મોટું નિશુલ્ક રસીકરણ અભિયાન ચલાવી, ગરીબો માટે ભોજન- રાશનની વ્યવસ્થા કરી અને અર્થતંત્રને ગતિમાન પણ રાખ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એ આરંભેલી ગુજરાતની વિકાસ યાત્રાના વાહક તરીકે પૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પછી તેમને સેવાદાયિત્વ મળ્યું છે ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રા વધુ તેજ ગતિએ આગળ લઈ જવા તેમની ટીમ અવિરત કાર્યરત છે.આ સંદર્ભે તેમણે કહ્યું કે, કોરોના મહામારીની માઠી અસરોને પહોંચી વળીને આ વર્ષે સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રૂ. ર.૪૪ લાખ કરોડનું બજેટ આપ્યું છે. મહિલાઓ માટેના ઉત્કર્ષ અને તે માટેની યોજનાઓ માટેની નાણાકીય જોગવાઈમાં ૪૨% નો માતબર વધારો કર્યો છે. સગર્ભા માતા અને બાળકના સ્વાસ્થ્યની ૧ હજાર દિવસ સુધી સંપૂર્ણ દરકાર કરતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે.મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારે જનહિતલક્ષી અભિગમ અપનાવી આવકના દાખલાની સમયાવધિ ૩ વર્ષ કરવી, નિયત સેવાઓમાંથી એફિડેવિટ કરવામાંથી મુક્તિ આપવી, તેમજ દિવ્યાંગતા પ્રમાણપત્ર અને એસ.ટી. બસ પાસની સમયાવધિ આજીવન કરી આપવા જેવા પગલાં લીધા છે.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ્રાકૃતિક ખેતી, આંતરિયાળ વિસ્તારોમાં નહેરોથી સિંચાઈના પાણી, જલ જીવન મિશન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ઇલેક્ટ્રોનિક એફ.આઇ.આર. સુવિધા વગેરે યોજનાઓ અને વિકાસ પ્રકલ્પોની સફળતાની માહિતી આપી હતી.શ્રી પટેલે વધુમાં કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં સરકાર બે વર્ષમાં ૫૦૦ જેટલા નવા મોબાઈલ ટાવર ઉભા કરવા જઈ રહી છે, આદિવાસીઓને આજીવિકા મળી રહે તે માટે વાંસ વિતરણ પણ સરકારે કર્યું છે. આ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને નિશુલ્ક ગણવેશ આપવામાં આવે છે તેમજ આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પી.એચ.ડી સ્કોલરશીપમાં વધારો કરી રૂ. ૧ લાખ કરવામાં આવી છે.આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ૨૦ વર્ષમાં રાજ્યમાં ધાન્ય પાકનું ઉત્પાદન ૨૩.૪૮ લાખ મેટ્રીક ટનથી વધી ૮૩.૨૫ લાખ મેટ્રીક ટન પર પહોંચ્યું છે, બાગાયતી પાકનું ઉત્પાદન ૬૨.૦૧ લાખ મેટ્રીક ટનથી વધી ૨૫૦.૫૨ લાખ મેટ્રીક ટન પર પહોંચ્યું છે, ચેકડેમની સંખ્યા ૩૫૦૦ થી વધીને ૧.૬૫ લાખ પર પહોંચી છે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોની સંખ્યા ૨.૭૪ લાખથી વધી ૮.૬૬ લાખ થઇ છે તેમજ ઔદ્યોગિક ઉત્પાદન ૧.૨૭ લાખ કરોડથી વધી ૧૬.૧૯ લાખ કરોડ પર પહોંચ્યું છે.મુખ્યમંત્રીશ્રીએ સત્તાનો મદ કે ગુમાન વિના જનસેવા અને સુશાસનની કાર્ય સંસ્કૃતિ રાજ્યમાં વિકસી હોવાનો મત વ્યક્ત કરી, વિશ્વાસથી વિકાસની યાત્રાને અવિરત રાખવા માટે ગુજરાતના નાગરિકોનો સાથ સહકાર અને આશીર્વાદ સરકારને સતત મળતા રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય સર્વે શ્રી શંભુજી ઠાકોર અને બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM