આણંદ જિલ્લા માં આસામ ના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ની વિદ્યાનગર ખાતે મુલાકાત

રિપોર્ટ : બીના પટેલ

આસામના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજીના અધ્યક્ષ સ્થાને વિદ્યાનગર સ્થિત શ્રી કમલમ ખાતે યુવામોરચા, આઇટી, સોશિયલ મીડિયા અને મીડિયા પ્રતિનિધીઓ સાથે વિશેષ બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં આણંદ જીલ્લા પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, પૂર્વ રાજ્ય સભા સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, પૂર્વ જીલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, જીલ્લા મહામંત્રીશ્રીઓ, યુવામોરચા,આઇટી, મીડિયા, સોશિયલ મીડિયાના પ્રમુખશ્રી, કન્વીનરશ્રી સહકન્વીનરશ્રી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આસામના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સર્વાનંદ સોનેવાલજી એ સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ ના સાંસદ જન સેવા કેન્દ્રની મુલાકાત લીધી. આ મુલાકાતમાં આણંદ જીલ્લા પ્રભારી શ્રી અમિતભાઈ ઠાકર, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, પૂર્વ જીલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *