


શૈશવ. રાવ
આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ દિવસ છે. સમગ્ર દેશમાં આજે સેવાકીય કાર્યક્રમો થકી સેવાયજ્ઞ યોજાઇ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવન અને કાર્યોની વિશેષ પ્રદર્શની માન.પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયાજી દ્વારા ખુલ્લી મુકવામાં આવી.
સેવા પખવાડિયાનો કાર્યક્રમ મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એટલે કે 15 દિવસ સુધી સેવાયજ્ઞ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જુદા જુદા માધ્યમોથી કરી રહ્યા છે:- શ્રી ગોરધનભાઈ ઝડફિયા
દેશની સુરક્ષા આંતરિક અને બાહ્ય તેમજ આંતકવાદની લડાઈ એ સાચા અર્થમાં આઝાદીના સાત દાયકા પછી માન.નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં શક્ય બની:- શ્રી ગોરધનભાઈ ઝડફિયા
આ કોઈ ઉત્સવ નથી આ સેવાયજ્ઞ છે અને આ સેવાયજ્ઞમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આહુતિ આપી અને માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિર્ધાયુષ્યની કામના કરશે:- શ્રી ગોરધનભાઈ ઝડફિયા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ દિવસ છે. સમગ્ર દેશમાં આજે સેવાકીય કાર્યક્રમો થકી સેવાયજ્ઞ યોજાઇ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવન અને કાર્યોની વિશેષ પ્રદર્શની માન.પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયાજી દ્વારા ખુલ્લી મુકવામાં આવી.
પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફિયાજીએ પ્રેસ મીડિયાને સંબોધતા જણાવ્યુ કે, આજે તા.17 સપ્ટેમ્બર ના રોજ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે ગુજરાતમાં પણ 41 જીલ્લા/મહાનગરોના કેન્દ્રો પર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને કાર્યકર્તા અને જનતા એમના બાળપણથી માંડીને વિકાસના માર્ગે ભારતને દેશ અને દુનિયામાં જે ઓળખ અપાવી તેની સિદ્ધિઓથી વાકેફ થાય. કસોટીના સમયમાં કોરોના જેવી મહામારીમાંથી પણ ભારતને બહાર કાઢ્યું, દેશની સુરક્ષા આંતરિક અને બાહ્ય તેમજ આંતકવાદની લડાઈ એ સાચા અર્થમાં આઝાદીના સાત દાયકા પછી માન.નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં શક્ય બની. સક્ષમ અને સશક્ત ભારત, ગરીબ અને છેવાડાના માનવી માટે જે કઈ પણ યોજનાઓ બની એ તેમના હ્રદયની વેદનામાંથી નીકળેલી યોજનાઓ છે. આ યોજનાઓએ ગરીબોના આંસુ લૂછવાનું અને ગરીબોના ઉત્થાન માટેનું કામ કર્યું છે.
શ્રી ગોરધનભાઈએ વધુમાં જણાવ્યુ કે, આજથી શરૂ થતું સેવા પખવાડિયું મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એટલે કે 15 દિવસ સુધી સેવાયજ્ઞ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જુદા જુદા માધ્યમોથી કરી રહ્યા છે. જે પૈકી 01 દિવસમાં 13 થી 20 વર્ષની 75 હજાર દીકરીઓનું હિમોગ્લોબિન તપાસ કરવામાં આવશે અને વર્લ્ડ રેકોર્ડ બનશે. આજે પણ ગુજરાતના 579 મંડલો પર બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાશે જેમાં પણ વર્લ્ડ રેકોર્ડ બનશે. માનવ સેવા માટે ભાજપનો કાર્યકર્તા પોતાનું લોહી આપીને ગરીબોને મદદ મળે તે દિશામાં આગળ વધે છે. આગામી સમયમાં કિસાનો માટે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, માન.રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી દ્વારા એલેક્ટ્રિક સ્કૂટીનું પ્રસ્થાન કરાવવામાં આવશે તે દરેક વિધાનસભામાં એટ્લે આશરે 14 હજાર ગામડાઓમાં જઈ કિશાનો સાથે સંવાદ કરશે અને 14 હજાર જગ્યાઓ પર કિસાન મોરચા દ્વારા આ કાર્યક્રમ યોજાશે. સેવા પખવાડિયા અંતર્ગત આગામી સમયમાં ઘણા કાર્યક્રમો યોજાનાર છે.
શ્રી ગોરધનભાઈએ વધુમાં જણાવ્યુ કે, આવો આપણે સૌ સાથે મળી માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ. આ કોઈ ઉત્સવ નથી આ સેવાયજ્ઞ છે અને આ સેવાયજ્ઞમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આહુતિ આપી અને માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિર્ધાયુષ્યની કામના કરશે. આ સેવાયજ્ઞમાં ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ, હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ પોતાનું યોગદાન આપશે.