
રિપોર્ટ : ચિરાગ પાંડેય
પેરિસમાં PM મોદીનું નામ લેવા પર વડોદરાના ડોકટરને મળી VVIP સુવિધા વાળી સારવાર
દુનિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રભાવને કારણે વડોદરાના ડો.અનિલ ગોયલ નામના તબીબને માત્ર VVIP સારવારની સુવિધા જ નથી મળી, તેમનો 60 લાખનો ખર્ચ પણ માફ કરવામાં આવ્યો છે. વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં રહેતા અને રાવપુરા હોસ્પિટલના સંચાલક અનિલ ગોયલ પેરિસથી પરત આવ્યા અને જણાવ્યું કે તેમનો પુત્ર અમેરિકામાં બિઝનેસમેન છે.
અનિલ ગોયલ અને તેની પત્ની ઓગસ્ટમાં વડોદરાથી યુરોપ ગયા હતા. તેઓ પહેલા પાંચ દિવસ લંડનમાં રહ્યા, પછી ફ્રાન્સની રાજધાની પેરિસ ગયા. ત્યાં તેમનો પુત્ર અને પુત્રી પણ તેમની સાથે અમેરિકાથી આવ્યા હતા. આ તમામ 12 ઓગસ્ટના રોજ પેરિસની એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા, આ દરમિયાન તેમની છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. સ્થિતિ વધુ બગડતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. બાદમાં કાર્ડિયાક એમ્બ્યુલન્સ પણ આવી. ડૉક્ટરે તરત જ તેને બે ઈન્જેક્શન આપ્યા. તેની કિંમત 50,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની છે. ડોક્ટરે તેનું નામ અને સરનામું પૂછ્યું.
આ દરમિયાન તેમને કહ્યું કે તે એક ડૉક્ટર છે, અને ભારતીય છે. આ પૂછવામાં આવ્યું કે તમે મુંબઈના છો કે દિલ્હીના તો તેણે કહ્યું કે તે ગુજરાતનો છે. પરંતુ, એમ્બ્યુલન્સના તબીબ આ વાત સમજી શક્યા ન હતા. તેમણે કહ્યું કે તેઓ મોદીના ગુજરાતના છે. આ ડૉક્ટરે તરત જ એક હોસ્પિટલમાં ફોન કરીને ફ્રેન્ચ ભાષામાં વાત કરી. જેમાં તેમને કહ્યું કે ઈંડિયન… ડોક્ટર… અને મોદી, મોદી 8 થી 10 વખત બોલ્યા. ત્યાર બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેની સાથે તરત જ VVIP સુવિધાની જેમ વ્યવહાર કરવામાં આવ્યો. અને સારી સારવારથી તેનો જીવ બચી ગયો.
