જામનગરના શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ભારતના વડાપ્રધાનના ૭ર મી વર્ષગાંઠ નિમિતે કરાયું વૃક્ષારોપણ

જામનગરની સેવાકીય સંસ્થા શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં પર્યાવરણ બાબતેની જાગૃતી લાવવાના ભાગરૂપે વડાપ્રધાનના જન્મદિવસની પ્રતિવર્ષ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગરના ગૌરવપથ માર્ગ પર સૌ પ્રથમ ર૦૧૬ ની સાલમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૬૬ વૃક્ષોનું સંતો–મહંતો તેમજ અન્ય મહાનુભાવોન હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં તમામ વૃક્ષોનું જતન પણ કરવામાં આવી રહયું છે. ઉપરાંત પ્રતિવર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જન્મદિવસે વધુ એક વૃક્ષનો ઉમેરો કરવામાં આવે છે. જામનગરની સંસ્થા શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૬૬મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે તા.૧૭–૦૯–ર૦૧૬ ના દિવસે જામનગરના ગૌરવપથ માર્ગ પર ૬૬ જેટલા લીમડા– પીપળા–સપ્તપર્ણી સહિતના રોપાઓ વાવવામાં આવ્યા હતાં, અને તેના ઉપર ટ્રી ગાર્ડ પણ ટ્રસ્ટના માધ્યમથી લગાવવામાં આવ્યા છે, અને તે તમામ વૃક્ષોનું હાલમાં જતન પણ કરવામાં આવી રહયું છે જે પૈકીના કેટલાક વૃક્ષો ૧ર થી ૧પ ફુટથી પણ વધુ ઉંચાઈના થઈ ગયા છે જેની માવજત કરવામાં આવી રહી છે. ઉપરાંત આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭ર માં જન્મ દિવસની વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે વધુ એક રોપાનું ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, અને જામનગર શહેરની પર્યાવરણની જાળવણી માટેની અનોખી પહેલ કરવામાં આવી છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM