મહુવા જી.એચ. ભક્ત હાઈસ્કુલમાં મહિલા મોરચા દ્વારા હીમોગ્લોબિન ચેક અપ અને સારવાર કેમ્પ યોજાયો

રિપોર્ટ, મયુર પટેલ

દેશ અને દુનિયાનુ સૌથી મોટું સંગઠન ધરાવતી ભારતીય જનતા પાર્ટી ના શીર્ષ નેતૃત્વ સમાન ભારત દેશનાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૨૦૧૪ થી આ દેશના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે વડાપ્રધાન તરીકે નહીં પરંતુ પ્રધાનસેવક તરીકે આ દેશની સાશન ધુરા સંભાળી ત્યારથી નરેન્દ્રભાઈના જન્મદિવસ ને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી છેવાડાની મહિલા ના આરોગ્યની જાળવણી માટે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરી રહ્યા છે. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર સુધી ચાલનાર સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ મહુવા તાલુકા મહિલા મોરચા તથા ડોક્ટર સેલ દ્વાર 100 દિકરી ઓ માટે હીમોગ્લોબિન ચેકપ કેમ્પ જી. એચ.ભક્ત હાઈસ્કૂલ,મહુવા. માં રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ મા ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી ડો. તૃપ્તિ બેન વ્યાસ, સુરત જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મનીષા બેન ચૌધરી, મહુવા તાલુકાના સંગઠન પ્રમુખ હિતેશભાઈ નાયક , જયમીનભાઈ ઢોડીયા, ડો. હેતલ પટેલ, મહિલા મોરચા ના શિલ્પાબેન પટેલ,હિનાબેન પટેલ તથા અન્ય હોદેદાર બહેનો ઉપસ્થિત રહ્યાં. શાળા ના પ્રિન્સીપાલ ઋષિકેશ ભટ્ટ તથા મન લેબોરેટરી ના સાથ સહકાર થી આ કાર્યક્રમને સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *