પટેલ યુનિવર્સિટી સંલગ્ન સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ ના વિદ્યાર્થીઓ First Edition of Samsung Solve for Tomorrow in India કોમ્પીટીશનમાં ભાગ લઈ વિજેતા બન્યા

સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગના વિદ્યાર્થીઓ હેલી પટેલ અને મયુર પટેલે First Edition of Samsung Solve for Tomorrow in India સ્પર્ધામાં સમગ્ર ભારતમાં ટોપ-50માં પસંદગી પામેલ છે અને રૂ. 1,00,000/-નું ઈનામ સ્ટડી વાઉચર તરીકે પ્રાપ્ત કરેલ છે.   આ સ્પર્ધાનું આયોજન IIT Delhi ખાતે કરવામાં આવેલ હતું જ્યાં વિદ્યાર્થીઓએ પોતાનું ઈનોવેટીવ સોલ્યુશન પ્રસ્તુત કરેલ.  આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓએ વિભાગના અધ્યાપક શ્રી મેહુલ પટેલ, વિભાગના વડા ડૉ. કિરીટ મોદી તથા સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. સંતોષ શાહનો આભાર વ્યક્ત કર્યો.   આ વિદ્યાર્થીઓના સફળ પ્રસ્તુતિકરણ માટે જરૂરી માર્ગદર્શન ડૉ. ડી. જે. શાહ (પ્રોવોસ્ટ, SPU) તથા શ્રી પ્રકાશભાઈ પટેલ (પ્રેસીડેન્ટ, SPU) એ પુરું પાડ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *